વડોદરા શહેર માં ઐતિહાસિક ભગવાન નરસિંહજી નો 288 મો વરઘોડોને લઈ આજે ભગવાન નરસિંહજીની ચાંદલા વિધિ કરવામાં આવી.

કાર્તિકી પૂનમ દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીના લગ્ન તુલસીજી સાથે થાય છે. આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજીની પોળમાં મંદિરે આજે નરસિંહજી ભગવાનની ચાંદલા વિધિમાં હજારો ભક્તો એ ભગવાન નરસિંહજીને ચાંદલા વિધિ જોડાયા. આજે ચાંદલા વિધિ બાદ ભગવાન નરસિંહજીનો ૨૮૮મો વરઘોડો કાઢવામાં આવશે. આ વરઘોડામાં ભજન મંડળી સાથે બેડ બાજા સાથે હજારો ની સંખ્યામાં વરઘોડામાં જોડાશે.

આ વરઘોડામાં બાળકો પણ વેશભૂષા ધારણ કરી જોડાશે. આ વરઘોડો નરસિંહજી ની પોળ માંથી નીકળશે અને તુલસી વાડી ખાતે પહોંચી ને તુલસી માતા સાથે વિવાહ થશે. આજે નરસિંહજી ની પોળમાં નરસિંહજી ભગવાન ની ચાંદલા વિધિ કરવામાં આવી


Reporter: admin







