સંગઠન બધી જાતની કાર્યકરોને તાલીમ આપે છે. પરંતુ વખતો-વખત આવા કાર્યકરોને, મહિલા કાર્યકરો સાથે વાણી,વર્તન,વ્યવહાર કેવો કરવો તે કોણ શિખવાડશે?
એમ.એસ યુનિવર્સિટીનાં રાજકારણમાં રંગાયેલા નેતાઓ જ્યારે ભાજપમાં પ્રવેશ મેળવે પછી જ ખરી કસોટી ચાલુ થાય છે. તમારા જાહેર જીવનમાં વાણી, વર્તન, વ્યવહાર ઉપર સૌની નજર હોય છે.
બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મેહુલ લાખણી ને તરત હટાવવાની માંગ, મહિલાઓના માન સન્માન માટે મંત્રી મનિષા વકીલની જવાબદારી"...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં કેવડીયા એકતાનગર ખાતેના કાર્યક્રમમાં જવા માટે બસમાં બેઠેલા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન આધેડ મેહુલ લાખાણીએ મહિલાઓની હાજરીમાં મદિરા અને અપ્સરા બાબતે કરેલી અભદ્ર ટિપ્પણીના વડોદરા શહેર ભાજપમાં આકરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. જેમણે તાત્કાલિક મેહુલ લાખાણીને તેમની ઔકાત બતાવવી જોઈએ તેવા શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ પોતે પણ મેહુલ લાખાણી સામે પગલાં લઈ શકતા હોવા છતાં પ્રદેશ કક્ષાએ આ મામલાની જાણ કરી છે તેમ કહીને હાલ પુરતી જવાબદારીમાંથી છટકી ગયા છે. ત્યારે વડોદરા શહેરની જનતા પણ જાણે છે કે મદિરા અને અપ્સરાની વાતો કરનારા મેહુલ લાખાણી સામે શહેરના નવાપુરા પોલીસમાં ક્રિમિનલ ગુનો પણ નોંધાયેલો હતો. એનો મતલબ એ છે કે આધેડ સફેદ અને કાળી દાઢીવાળા મેહુલ લાખાણી ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે.2002માં નવાપુરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 504, 506(2) અને 114 મુજબનો ગુનો દાખલ થયેલો હતો. આ કેસનો એફઆઈઆર નંબર 18/2002 હતો. તેમાં સહ આરોપીઓમાં બીજા નંબરમાં મેહુલ લાખાણીનું નામ છે. ફરિયાદમાં અન્ય આરોપીઓ પણ દર્શાવવામાં આવ્યા હતા. તેમાં પહેલા આરોપીમાં ભરત ધીરુભાઈ ડાંગર, બીજા આરોપીમાં મેહુલ વ્રજલાલ લાખાણી, ત્રીજા નંબરના આરોપીઓમાં જયેશ વિઠ્ઠલભાઈ રાદડીયા, કેયુર નારાયણદાસ રોકડીયાના નામ હતા. આમાંથી એક તો હાલ પૂર્વ શહેર પ્રમુખ છે અને બાકીના બે હાલના ધારાસભ્યો છે અને તેમાં ચેરપર્સન મેહુલ લાખાણીનું પણ નામ છે. આ તમામ લોકો આર.ટી હોલ રહેતા હતા. આ કેસમાં આરોપી નંબર 2 એટલે કે મેહુલ વ્રજલાલ લાખાણી અને આરોપી નંબર 3 જયેશ રાદડીયાએ ફરિયાદી મિલીન્દ અરુણ એકબોટેને "ટાંટીયા તોડી નાખવાની" ધમકી આપીને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 16 વર્ષ સુધી મેહુલ લાખાણી અને અન્ય સામે કોર્ટ કેસ ચાલ્યો હતો. એડિશનલ સિવિલ જજ વડોદરા સમક્ષ આ કંપનીનો કેસ ચાલ્યો હતો. તા.15-02-2018ના રોજ આ કેસ નો નિકાલ થયો હતો. તેમાં આરોપીઓએ પ્રોસિજર ક્રિમિનલ કોડ 437(a) મુજબ અપીલ કોર્ટમાં હાજર રહે તેવી ખાતરી આપતાં, જામીન- જાત મુચરકા રજૂ કર્યા બાદ રાહત મળી હતી.
લાખાણીનાં લખોટાઓ સોશિયલ મીડિયામાં વાણીવિલાસ કરે છે પણ તેમને ક્યાં ખબર છે કે પૂર્વ સાંસદની પુત્રી સાથે શું થયું....
જે રીતે મેહુલ લાખાણીએ બસમાં વાણીવિલાસ કર્યો તે શંકા પ્રેરે તેમ છે કે તેમણે મદિરા અને અપ્સરાની ફેસિલિટી પણ ભૂતકાળમાં ભોગવેલી છે કે કેમ? આધેડ મેહુલ લાખાણીના કારણે ભાજપમાં હવે મહિલાઓનું માન સન્માન જેવું રહ્યું નથી, કારણ કે આવી વિકૃત માનસિકતા ધરાવતા નેતાઓ હોય તો મહિલાઓનું તો આવું જ બને. ખરેખર તો મેહુલ લાખાણીએ જાહેરમાં સોશિયલ મીડિયામાં આવીને તમામ કાર્યકરો અને ખાસ કરીને બસમાં હાજર રહેલ મહિલા નેતાઓ અને કાર્યકરોની માફી માગવી જોઈતી હતી કે "મારાથી ભૂલથી આવું બોલાઈ ગયું છે" પણ મેહુલ લાખાણીને આટલી બિભત્સ માનસિકતા હોવા છતાં તેમને શરમ નથી.ઉલટાનું સોશિયલ મીડિયામાં લાખાણીના લખોટીયાઓ "મેહુલ લાખાણી દૂધે ધોયેલા છે" તેવી પોસ્ટ કરી રહ્યા છે, જે આ મામલાને વધુ શરમજનક હદે પહોંચાડી રહ્યા છે. લાખાણીના લખોટીયા સોશિયલ મીડિયામાં આધેડ વિકૃત માનસિકતા ધરાવનારા મેહુલના વખાણ કરી રહ્યા છે. લાખાણીના લખોટીયા સોશિયલ મીડિયામાં એ રીતે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે કે "મેહુલ ભાઈ જ્યાં જાય તે ક્ષેત્રમાં કામ કરે છે ત્યાં તેમનું ફેન ફોલોઈંગ વધતું જાય છે" પણ લખોટીયાને યાદ અપાવવાનું કે તમારા લખોટાએ પૂર્વ સાંસદની પુત્રી સાથે શું કરેલું તે જરા લખોટાને પૂછી લેજો અને તમારામાં તાકાત હોય તો મુખ્યમંત્રીને પણ પૂછી લેજો. મુખ્યમંત્રી પણ લાખાણીનાં લક્ષણ જાણે છે અને એટલે જ લાખાણી અત્યાર સુધી ધારાસભ્યની તો ઠીક કોર્પોરેટરની ટિકિટ લઈ શક્યા નથી, જ્યારે કેયુર રોકડીયા અને જયેશ રાદડીયા ધારાસભ્ય બની ગયા અને ભરત ડાંગર શહેર પ્રમુખ પણ. લખોટો હજુ ત્યાંનો ત્યાં જ છે.
મેહુલ લાખાણીને તત્કાળ બાળ કલ્યાણ સમિતિમાંથી કાઢો...
મહિલાઓની હાજરીમાં અભદ્ર ટિપ્પણી કરીને પોતાની માનસિકતા રજૂ કરનારા મેહુલ લાખાણી બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે લાયક છે કે નહીં તે ખરો પ્રશ્ન છે. બાળ કલ્યાણ મંત્રી મનિષા વકીલે પોતાના અંતરાત્માને પૂછવું જોઈએ. રાજ્યમાં બાળ કલ્યાણ ક્ષેત્રે સારું કામ કરવાની જેમને જવાબદારી સોંપીને લાયકાત ન હોવા છતાં મંત્રી બનાવાયા છે, તેવા મનિષા વકીલને મહિલાઓ પ્રત્યે જો માન કે સન્માન હોય તો તેમણે તાત્કાલિક અસરથી લાખાણીનું રાજીનામું લઈ લેવું જોઈતું હતું, પણ તેમણે રાજીનામું લીધું નથી અને તેનો મતલબ એ થાય છે કે મનિષા વકીલ પણ મેહુલ લાખાણી પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવે છે.મનિષા વકીલ વડોદરાના રાજકારણમાં ખબર નહીં હોય કે બાળ કલ્યાણ સમિતી જેવી જવાબદાર સંસ્થાના ચેરપર્સન તરીકે એક જમાનામાં પરિપક્વ એવા ધીમંત ભટ્ટ અને શંકરલાલ ત્રિવેદી બિરાજમાન હતા અને હાલ એવા ચેરપર્સન બિરાજમાન છે જેમને મહિલાઓનો આદર કરવાનું પણ ભાન નથી. આ હોદ્દા પર પરિપક્વ નેતાને બેસાડવા જોઈએ પણ તેના બદલે આવી અભદ્ર હરકતો કરનારાને બેસાડીને મનિષા વકીલ તેની આરતી ઉતારે છે. આવનારા દિવસોમાં સંગઠન શું પગલા લે છે તે જવું રહ્યું.
Reporter: admin







