News Portal...

Breaking News :

પ્રતિબંધીત ચાઈનીઝ દોરાનો જથ્થો સાથે આરોપી પકડાયો

2025-01-13 11:58:50
પ્રતિબંધીત ચાઈનીઝ દોરાનો જથ્થો સાથે આરોપી પકડાયો


વડોદરા: વાડી પોલીસ સ્ટેશનની હદમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરાનો જથ્થો પકડાયો હતો. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


આ ગુનામાં પોલીસની તપાસ દરમિયાન આરોપી નદીમ અબ્દુલ રહેમાન ગોલાવાળા (રહે-અહેમદ પાર્ક, રામ પાર્ક પાસે આજવા રોડ)નું નામ ખુલ્યું હતું. દરમિયાન પીસીબી પોલીસની માહિતી મળી હતી કે નદીમ ગોલાવાલાના માલિક તનવીર અજીજ કાગદીએ ટ્રાન્સપોર્ટમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મંગાવ્યો છે. 


જે વૃંદાવન ટાઉનશીપ સામે સંગમ ચાર રસ્તા પાસે ગુજરાત ટ્રાન્સપોર્ટમાં આવ્યો છે. માલિકના કહેવાથી નદીમ ચાઈનીઝ દોરીનો જથ્થો લેવા જવાનો છે. જેથી પોલીસે ઉપરોક્ત વોચ ગોઠવીને નદીમ અબ્દુલ રહેમાન ગોલાવાલાને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચાઈનીઝ દોરાની 480 રીલ કિંમત રૂપિયા 2.64 લાખની મળી આવી હતી.

Reporter: admin

Related Post