News Portal...

Breaking News :

123 કરોડની ટેન્સાઈલની જમીન છેતરપિંડીની 8 આરોપી સામે ડીસીબીમાં સંજય પટેલ દ્વારા ફરિયાદ

2026-06-13 10:22:22
123 કરોડની ટેન્સાઈલની જમીન છેતરપિંડીની 8 આરોપી સામે ડીસીબીમાં સંજય પટેલ દ્વારા ફરિયાદ


123 કરોડની ટેન્સાઈલની જમીન છેતરપિંડીની 8 આરોપી સામે ડીસીબીમાં સંજય પટેલ દ્વારા ફરિયાદ

વડોદરામાં કરોડોની ‘ટેન્સાઇલ’ની જમીનનું મહાકૌભાંડ: બોગસ લીઝ ડીડ બનાવનાર ભાવેશ અમીનના ત્રણ સાગરીતો ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં

સત્તા, સંપત્તિ અને રાજકીય આકાઓના જોરે કાયદાને ખિસ્સામાં લઈને ફરતા ભૂમાફિયાઓ સામે વડોદરા ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે. વડોદરાના માંજલપુર ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી અને વર્ષોથી વિવાદિત એવી ‘ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ’ કંપનીની જમીન પર ગેરકાયદે કબજો જમાવવાના આયોજિત ષડયંત્રનો આખરે પર્દાફાશ થયો છે.સનદી અધિકારીઓ અને મોટા ગજાના રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવતા અલકાપુરીના બિલ્ડર ભાવેશ અમીન અને તેના સાગરીતોએ ભેગા મળીને કરોડોની જમીન પચાવી પાડવા રચાયેલા ગુનાહિત કાવતરામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. બોગસ દસ્તાવેજો અને નકલી સિક્કા મારી કંપનીના નામે કૂચિહ્નિત લીઝ ડીડ બનાવનાર ભાવેશ અમીનના ખાસ ગણાતા ત્રણ સાગરીતો કિશોર સુરતવાલા, જયમીન ગાંધી અને સમીર શાહને ક્રાઈમ બ્રાંચે સકંજામાં લીધા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.પોલીસ ફરિયાદની સત્તાવાર વિગતો મુજબ, માંજલપુર ગામની રેવન્યુ સર્વે નંબર ૪૨૮/૧, ફાઇનલ પ્લોટ નંબર ૧૫૦ (ટી.પી. સ્કીમ નંબર ૧૬) ખાતે આવેલી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ કંપનીની મિલકતનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આ બાબતે મુંબઈ હાઈકોર્ટમાં આર્બિટ્રેશન ચાલી રહ્યું હતું. સહીઓ થવા છતાં અને કંપની કાયદેસર રીતે સ્નેહદીપના સંજયકુમાર વલ્લભદાસ પટેલને હવાલે હોવા છતાં, કાયદાનો કોઈ જ ડર રાખ્યા વિના આ જમીન હડપ કરવાનો કારસો રચાયો હતો.કંપનીનાં ડિરેક્ટર પદેથી રાજીનામું આપી ચૂકેલા ભેજાબાજ અમિત મુકેશ શાહ (રહે. કુંજ સોસાયટી, અલકાપુરી) એ પોતે હોદ્દા પર ન હોવા છતાં આર્થિક લાભ મેળવવા માટે શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ના માલિક ભાવેશ અમીન (રહે. થલતેજ, અમદાવાદ) સાથે હાથ મિલાવ્યા હતા. અમિત શાહે સત્તા ન હોવા છતાં આ અંદાજે રૂ. ૨૫ કરોડની કિંમતી જમીનનું બોગસ લીઝ ડીડ ભાવેશ અમીનની કંપનીના નામે કરી આપ્યું હતું.ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવેલી વિગતો રૂંવાડા ઉભા કરી દે તેવી છે. રાજીનામું આપી ચૂકેલા અમિત શાહે કંપનીનાં અન્ય ડિરેક્ટર સુરેશભાઈ ગણપતભાઈ રાજપૂતની હાજરીમાં અને ત્રીજા ડિરેક્ટર કિશોરભાઈ જગજીવનદાસ સુરતવાલાની મીટિંગમાં લીધેલા કથિત નિર્ણયનાં નામે બોગસ પ્રોસીડિંગ્સ ઊભી કરી હતી. આ કથિત સત્તાના આધારે શ્રીમ કન્સ્ટ્રક્શનના પ્રતિનિધિ તરીકે ભૂમિષ્ઠ મકવાણાએ લીઝ ડીડમાં સહીઓ કરી હતી.આ આખા સેટઅપને સાચું ઠેરવવા માટે નરેશ કંચનલાલ રાણા અને મહેશભાઈ બાબુભાઈ પટેલને સાક્ષી તરીકે સહીઓ કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, ટેન્સાઇલ સ્ટીલ કંપનીનો બોગસ અને નકલી સિક્કો બનાવીને આ લીઝ ડીડ અસલી હોવાનો ઢોંગ રચવામાં આવ્યો હતો.આ નકલી દસ્તાવેજોનાં આધારે જમીન ખાલી કરાવવા અને ગેરકાયદે કબજો જમાવવા માટે ભાવેશ અમીન અને અમિત શાહે પોતાના સાગરીતો જયમીન ગાંધી તથા અન્ય 20 થી 25 અજાણ્યા લોકોને હથિયારો સાથે સાઇટ પર મોકલીને ચોકીદારો અને કાયદેસરના માલિકોને ગુનાહિત ધમકીઓ આપી હતી.આ સમગ્ર મામલે કાયદેસરના હકદાર સંજયકુમાર વલ્લભદાસ પટેલે (રહે. જાંબુવા, વડોદરા) હિંમતપૂર્વક મોરચો સંભાળ્યો હતો. તેમની ફરિયાદના આધારે વડોદરા ક્રાઈમ બ્રાંચે પી.એચ.સી. બિલ્ડકોન પ્રા.લિ. અને પદ્માવતી બિલ્ડકોન પ્રા.લિ.ના ડિરેક્ટરો સહિતના આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ (BNS) ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.ગુનો નોંધાતા જ મુખ્ય સૂત્રધાર અમિત મુકેશ શાહ વડોદરા છોડીને ફરાર થઈ ગયો છે, જ્યારે બિલ્ડર ભાવેશ અમીન ધરપકડના ડરે વિદેશ ભાગી ગયો હોવાની માહિતી મળી રહી છે. જોકે ક્રાઈમ બ્રાંચે કડક તપાસ આદરીને કિશોર સુરતવાલા, જયમીન ગાંધી અને સમીર શાહને દબોચી લીધા છે.પોલીસ હવે ફરાર આરોપીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી રહી છે..અમદાવાદના થલતેજ રોડ પર ઓફિસ ધરાવતો અને વડોદરામાં કરોડોની જમીનો પર નજર રાખતો ભાવેશ અમીન સનદી અધિકારીઓનો નજીકનો મિત્ર હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કાયદાકીય ગૂંચવાડાવાળી જમીનો સસ્તામાં પડાવી અને સનદી અધિકારીઓના નામે પોલીસ તંત્ર પર દબાણ લાવી કબજો મેળવવો તેની મોડસ ઓપરેન્ડી રહી છે.ટેન્સાઇલની આ 25 કરોડની જમીનમાં પણ એક મોટા આઈએએસ અધિકારીનાં કાળા નાણાં રોકાયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે ઉચ્ચ સ્તરેથી તપાસ દબાવવાના પ્રયત્નો થયા હોવાની ચર્ચા છે.વડોદરાના માંજલપુર ગામની સીમમાં આવેલા રેવન્યુ સર્વે નંબર ૪૨૮/૧ અને ફાઇનલ પ્લોટ નંબર ૧૫૦ (ટી.પી. સ્કીમ ૧૬) વાળી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ કંપનીની આશરે રૂ. 25 કરોડની કિંમતી જમીન પચાવવા માટે કૌભાંડીઓએ કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતા.કંપનીમાંથી પૂર્વે જ બહાર થઈ ચૂકેલા ડિરેક્ટર અમિત શાહ અને બિલ્ડર ભાવેશ અમીને ભેગા મળીને નકલી મિનિટ્સ બુક અને બોગસ પ્રોસીડિંગ્સ ઊભી કરી હતી. એટલું જ નહીં, સરકારી તંત્ર અને કાયદેસરના માલિકોની આંખમાં ધૂળ નાખવા માટે કંપનીના નામે સોગંદનામા તૈયાર કરી, નકલી સહીઓ કરી અને કંપનીનો બોગસ સિક્કો બનાવી કરોડોનું કૂચિહ્નિત લીઝ ડીડ તૈયાર કર્યું હતું.આ બનાવટી દસ્તાવેજોનાં આધારે જમીનનો ગેરકાયદે કબજો મેળવવા માટે 20 થી 25 લુખ્ખા તત્વોને હથિયારો સાથે સાઇટ પર મોકલી ચોકીદારોને જાનથી મારી નાખવાની ગુનાહિત ધમકીઓ પણ આપવામાં આવી હતી.વડોદરા ક્રાઈમ બ્રાંચે આ સફેદપોશ ભૂમાફિયાઓ અને તેમના સાગરીતો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદાનો ગાળિયો કસ્યો છે.

ટેન્સાઇલ સ્ટીલના પૂર્વ ડાયરેક્ટર અમિત શાહ સહિત 8 સામે 123 કરોડની ઠગાઈની ફરિયાદશહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવા અને કંપનીના પ્રમોટર-ડાયરેક્ટર સાથે મસમોટો વિશ્વાસઘાત કરવાનું હાઈપ્રોફાઈલ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં સ્નેહદિપ રિયાલ્ટીના ડાયરેક્ટર સંજયકુમાર વલ્લભદાસ પટેલે કંપનીના પૂર્વ ડાયરેક્ટર અમિત મુકેશ શાહ અને અમદાવાદના બિલ્ડર ભાવેશ અમીન સહિત 8 શખ્સો સામે રૂ. 123,84,13,000 ની છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની સત્તાવાર ફરિયાદ નોંધાવી.એફઆઈઆરની વિગતો મુજબ, ફરિયાદી સંજયકુમાર પટેલે માંજલપુર ખાતે આવેલી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ કંપનીને નાણાકીય કટોકટીમાંથી ઉગારવા માટે રૂ. 123 કરોડથી વધુનું માતબર રોકાણ કર્યું હતું, જેના બદલામાં તેઓ કંપનીના 87.62% શેરહોલ્ડર અને સત્તાવાર માલિક બન્યા હતા. આ સોદો થતાં જ આરોપી અમિત મુકેશ શાહે ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું.જો કે, રાજીનામું આપ્યા બાદ પણ અમિત શાહે પોતે જ ડાયરેક્ટર હોવાનો ખોટો ઢોંગ રચી કંપનીના લેટરપેડનો દુરુપયોગ કરીને એક બનાવટી બોર્ડ ઠરાવ ઊભો કર્યો હતો.આ ખોટા ઠરાવના આધારે અન્ય સહ-આરોપીઓ સાથે મળીને કરોડોની કિંમતી જમીન અમદાવાદની શ્રીમ કન્સ્ટ્રક્શનના માલિક ભાવેશ અમીનની તરફેણમાં માત્ર રૂ. 1,00,000 ના નજીવા માસિક ભાડે 30 વર્ષ માટે ગેરકાયદેસર લીઝ ડીડ કરાવી સબ-રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાવી દીધી હતી.આટલું જ નહીં, આ છેતરપિંડીયુક્ત લીઝ ડીડના અવેજ પેટે થયેલા રૂ. 10 કરોડના શંકાસ્પદ વ્યવહારો અમિત શાહે પોતાના અંગત ઉપયોગમાં વાપરી લીધા હતા.ત્યારબાદ તાજેતરમાં જ આરોપીઓના મળતીયા જયમીન ગાંધી અને 20 થી 25 અજાણ્યા ગુંડાઓએ તીક્ષ્ણ હથિયારો સાથે જમીન પર આવીને ફરિયાદીના માણસોને “ટાંટિયા તોડી નાખવાની” અને જાનથી મારી નાખવાની ગુનાહિત ધમકીઓ આપી કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો.ગુજરાત હાઇકોર્ટના સ્ટેટસ-કોના આદેશો અને શરતોની ઘોર અવગણના કરીને બનાવટી સિક્કા-સહીઓથી સરકાર અને શેરહોલ્ડરો સાથે કરોડોની ઠગાઈ આચરવા બદલ ડીસીબી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post