વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા શિક્ષક પરિષદ-2024 નું આયોજન 30મી નવેમ્બર 2024ના રોજ એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે દીપ અશ્વિનભાઈ પટેલ ઓડિટોરિયમ માં કરવામાં આવ્યું હતું.

ICSI વડોદરા ચેપ્ટરના ચેરમેન CS મિતુલ સુથાર એ તમામ શિક્ષકોને ICSI, CS કોર્સ, ICSI ઓન લાઇન ફ્રી શિક્ષણ, CS મિત્ર યોજના અને શિક્ષક તરીકેની મહત્વની ભૂમિકા વિષે માહિતી આપતા શિક્ષણ ક્ષેત્રે નિમણુક ધરાવતા લોકોનું મહત્વ વિશદ કર્યું અને CAP (કેરિયર અવરેનેસ પ્રોગ્રામ) માટે ની વાત મૂકી અને તેને લઈને આ કોન્ફરન્સ ને અંતે શિક્ષકો તરફથી સારો પ્રતિસાદ જોવા મળ્યો.
વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા ની સંપૂર્ણ ટીમ આવી શૈક્ષણિક અને CS ની જાગૃતતા વધે તેવી અનેક પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે. કે જે શિક્ષણ અને કારકિર્દી નિર્માણ માટે અનોખી પ્રેરણા આપતી હોય છે તેવું ICSI વડોદરા ચેપ્ટર ના ચેરમેન CS મિતુલ સુથાર જણાવે છે.
Reporter: admin