સુરત: સુરતના ડિંડોલી વિસ્તારમાં RJD પ્લાઝામાં આવેલી હોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા 26 વર્ષીય યુવકનું રિસેપ્શન કાઉન્ટર પર અચાનક ઢળી પડ્યા બાદ મોત થયું હતું. સમગ્ર ઘટના હોટેલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પ્રાથમિક આશંકા મુજબ યુવકનું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ચેક-ઈન દરમિયાન અચાનક ઢળી પડ્યો
ડિંડોલીની 16 સંગમ સોસાયટીમાં રહેતો અને સચિન ખાતે આવેલા એમ્બ્રોઇડરી કારખાનામાં શ્રમિક તરીકે કામ કરતો 26 વર્ષીય આકાશ પવાર મહિલા મિત્ર સાથે RJD પ્લાઝાની ‘ધ રોયલ પેલેસ’ હોટેલમાં રૂમ બુક કરાવવા પહોંચ્યો હતો.
ચેક-ઈન પ્રક્રિયા દરમિયાન આકાશ રિસેપ્શન કાઉન્ટર પર ઓળખપત્ર આપી રહ્યો હતો. દરમિયાન અચાનક તેની તબિયત લથડી અને તે જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના જોઈ મહિલા મિત્ર સહિત હોટેલ સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી.
ચેક-ઈન પ્રક્રિયા દરમિયાન આકાશ રિસેપ્શન કાઉન્ટર પર ઓળખપત્ર આપી રહ્યો હતો. દરમિયાન અચાનક તેની તબિયત લથડી અને તે જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના જોઈ મહિલા મિત્ર સહિત હોટેલ સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરાઈ
યુવક નીચે પડ્યા બાદ હોટેલ સ્ટાફ અને આસપાસના લોકો તાત્કાલિક તેની મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, શરીરમાં કોઈ હલનચલન જણાતાં તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. યુવકના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.
ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. યુવકના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.
Reporter: admin