News Portal...

Breaking News :

સન ફાર્માએ 11 આઈ-ડ્રોપ દવાઓ બજારમાંથી પરત ખેંચી

2026-08-03 10:15:52
સન ફાર્માએ 11 આઈ-ડ્રોપ દવાઓ બજારમાંથી પરત ખેંચી

દેશની અગ્રણી દવા નિર્માતા કંપની સન ફાર્માએ ગુણવત્તા સંબંધિત તકેદારીના ભાગરૂપે 11 આઈ-ડ્રોપ દવાઓના કેટલાક બેચ બજારમાંથી સ્વૈચ્છિક રીતે પરત ખેંચવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે આ નિર્ણય દર્દીઓની સુરક્ષા અને દવાઓની ગુણવત્તા જાળવવાના હેતુથી લેવામાં આવ્યો છે.

કંપનીએ દર્દીઓ અને આરોગ્ય નિષ્ણાતોને સંબંધિત દવાઓના બેચ નંબર અને એક્સપાયરી તારીખ ચકાસવાની સલાહ આપી છે. જો કોઈ દર્દી આ દવાઓનો ઉપયોગ કરી રહ્યો હોય અને આંખમાં બળતરા, દુખાવો, લાલાશ અથવા ધૂંધળું દેખાવા જેવી તકલીફ અનુભવાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

કંપનીના જણાવ્યા મુજબ આ પ્રિકોશનરી (Precautionary) રિકોલ છે અને દર્દીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.

Reporter:

Related Post