કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2026ના 10મા દિવસે ભારતે ઐતિહાસિક પ્રદર્શન કરતાં એક જ દિવસે કુલ 16 મેડલ જીત્યા છે. તેમાં બોક્સિંગમાં 10 મેડલ અને એથ્લેટિક્સમાં 6 મેડલનો સમાવેશ થાય છે. આ શાનદાર દેખાવના કારણે ભારતે મેડલ ટેબલમાં છ સ્થાનની લાંબી છલાંગ લગાવી ચોથું સ્થાન મેળવ્યું છે.
ભારતના ખાતામાં હવે કુલ 39 મેડલ છે, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 149 મેડલ સાથે પ્રથમ, ઇંગ્લેન્ડ 99 મેડલ સાથે બીજા અને કેનેડા 57 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.
બોક્સિંગમાં ભારતે સૌથી વધુ સફળતા મેળવી હતી. ભારતીય બોક્સરોએ કુલ 10 મેડલ જીત્યા, જેમાં 7 ગોલ્ડ અને 3 સિલ્વરનો સમાવેશ થાય છે. પુરુષ વર્ગમાં અંકુશ પંઘાલ અને સચિન સિવાચે ગોલ્ડ મેડલ જીત્યા હતા. મહિલા વર્ગમાં જાસ્મિન લેમ્બોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ઘનઘસ, અરુણધતિ ચૌધરી અને પ્રીતિએ સ્વર્ણિમ સફળતા મેળવી હતી.
સિલ્વર મેડલ જીતનારા ભારતીય બોક્સરોમાં જદુમણી સિંહ, લવલીના બોરગોહેન અને નરેન્દ્ર બેરવાલનો સમાવેશ થાય છે.
એથ્લેટિક્સમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પુરુષોની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં પ્રવીણ ચિત્રાવેલે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સેલ્વા પ્રભુ થિરુમારને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. શોટપુટમાં સોમન રાણાએ ગોલ્ડ અને શુભમ જુયાલે સિલ્વર મેડલ જીતી ભારતના મેડલ ખાતામાં વધારો કર્યો હતો.
ભારતના આ ઐતિહાસિક પ્રદર્શનથી કોમનવેલ્થ ગેમ્સ 2026ના અંતિમ તબક્કામાં વધુ મેડલ જીતવાની આશા મજબૂત બની છે.
Reporter: admin







