News Portal...

Breaking News :

સુખલીપુરા જમીન વિવાદના આરોપી કમલેશના આગોતરાનો ફેંસલો 29મીએ થશે

2025-01-28 09:56:11
સુખલીપુરા જમીન વિવાદના આરોપી કમલેશના આગોતરાનો ફેંસલો 29મીએ થશે


વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-3 ભાજપના કોર્પોટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીન વેચવાના બહાને ઠગાઇ કરવાના ગુનામાં આરોપી કમલેશ દેત્રોજાએ કરેલી આગોતરા જામીન અરજીની વધુ સુનાવણી 29મી જાન્યુઆરીએ યોજાશે અને 29 તારીખે હુકમ થશે. 


બંને પક્ષકારો અને સરકાર તર્ફે અદાલત સમક્ષ દલીલો પૂર્ણ થઇ ગઇ છે અને હવે 29મી તારીખે અદાલત ચૂકાદો આપશે. બીજી તરફ સમગ્ર કેસ અંગે ઇકો સેલ દ્વારા તપાસ શરુ કરાઇ છે અને આરોપી દિલીપસિંહની પણ શોધખોળ શરુ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે ફરિયાદ નોંધાયા બાદ બંને આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ હાલ સમગ્ર કેસ સાથે સંકળાયેલા દસ્તાવેજોનો બારીકાઇથી અભ્યાસ પણ કરી રહી છે. અઠંગ ખેલાડીઓ એવા દિલીપ ગોહિલ અને કમલેશ દોત્રોજાને ભુતકાળ પણ પોલીસ ચકાસી રહી છે. ઉલ્લેખનિય છે કે દિલીપ ગોહિલનો ભુતકાળ પણ ખરડાયેલો છે અને તેની સામે ચેક બાઉન્સના અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેને કોર્ટના ચક્કર કાપવા પડે છે. પોલીસે બંનેના ફોન પણ સર્વેલન્સમાં રાખ્યા છે અને બંનેની શોધખોળ કરી રહી છે. દિલીપ અને કમલેશ પકડાશે તો તેમના અનેક કારનામા બહાર આવશે તે ચોક્કસ છે. 


બંનેએ આ પ્રકારે કેટલા લોકો સાથે ઠગાઇ કરી છે તેની પણ સ્ફોટક માહિતીઓ સામે આવી શકે છે. દિલીપસિંહ અને પરાક્રમસિંહ વચ્ચે આ મામલામાં શું ડીલ થઇ હતી તેની પણ તપાસ કરાઇ રહી છે. આગોતરા અરજી સામે પોલીસે રિપોર્ટ કર્યો.સુખલીપુરા જમીન વિવાદમાં જ્યારે સમા પોલીસમાં અરજી થઇ હતી ત્યારે કમલેશ દેત્રોજાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી પણ હવે આ મામલે ગુનો દાખલ થઇ ગયો છે એટલે પોલીસે આ અંગે અદાલત સમક્ષ રિપોર્ટ કર્યો છે.તેમ સમા પીઆઇએ જણાવ્યું હતું. જુમાનજીની જામીન નામંજૂર બીજી તરફ સમા પોલીસે આ કેસમાં બોગસ જમીન માલિક જુમાનજી સોઢાને ઝડપી લઇ તેના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. દિલીપ અને કમલેશે તેને 5 લાખ રુપિયા આપીશું તેમ જણાવ્યું હોવાનું નિવેદન તેણે પોલીસ સમક્ષ આપ્યું હતું. જુમાનજીના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ જુમાનજીએ જામીન અરજી કરી હતી પણ અદાલતે જામીન અરજી નામંજૂર કરી હતી

Reporter: admin

Related Post