વડોદરા મહાનગરપાલિકાની મળેલી સભામાં વોર્ડ નં 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલે કમિશનર અને મેયર સમક્ષ રજૂઆત કરી ને કહ્યું કે, વોર્ડ ઓફિસ અને વિસ્તારની જગ્યા જાહેર કરો.
કોર્પોરેટર સ્નેહલ પટેલે તેમના વિસ્તારમાં આવેલી સુખધામ સોસાયટી પાસે કૃત્રિમ તળાવ કેમ પૂરવામાં આવ્યું તેવો મુદ્દો ઉઠાવીને નારાજગી ઠાલવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વારંવાર તળાવ ખોદવા અને પૂરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે.
તેઓએ તેમના વિસ્તારમાં બુસ્ટર અને વોર્ડ ઓફિસ ક્યા બનાવશો તેની જાહેરાત કરો તેમ કહીને સભામાં જવાબ માગ્યો હતો.
Reporter: admin