મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં કુળ 20 કામો અને ચાર વધારાના કામ મળી 24 કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાંથી 20 કામોને મંજૂર કરી ચાર કામો મુલતવી કરવામાં આવ્યા હતા.
શુક્રવાર ના રોજ સ્થાયી સમિતિ ની બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતુ મુખ્ય કચેરી, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા, જન સંપર્ક વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સયાજી બાગ ઝુ શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી 20 કામોને મંજૂર કરી 4 કામો મુલતવી કરાયા હતા.
Reporter: admin