News Portal...

Breaking News :

ચંદ્ર પર SpaceXના રોકેટનો જોરદાર ધડાકો, NASAની તસવીરોમાં દેખાયો 60 ફૂટનો ખાડો

2026-08-19 09:58:11
ચંદ્ર પર SpaceXના રોકેટનો જોરદાર ધડાકો, NASAની તસવીરોમાં દેખાયો 60 ફૂટનો ખાડો

ચંદ્રની સપાટી પર SpaceXના Falcon 9 રોકેટના ઉપરના ભાગની ટક્કરથી બનેલા ખાડાની નવી અને અત્યંત સ્પષ્ટ તસવીરો સામે આવી છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAના Lunar Reconnaissance Orbiter (LRO)એ 11 અને 12 ઓગસ્ટે આ સ્થળની અલગ-અલગ એંગલથી તસવીરો લીધી હતી. તસવીરોમાં રોકેટની ટક્કરને કારણે ચંદ્રની સપાટી પર પડેલા નિશાન તેમજ આસપાસ ફેલાયેલી હળવી-ઘેરી ધારીઓ સ્પષ્ટ જોવા મળી રહી છે.

NASAના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, 5 ઓગસ્ટે Falcon 9 રોકેટનો ઉપરનો ભાગ ચંદ્રની સપાટી સાથે અથડાયો હતો. આ ટક્કરને કારણે આશરે 60 ફૂટ એટલે કે 18 મીટર પહોળો ખાડો બન્યો છે. તેની ઊંડાઈ 10 ફૂટથી ઓછી હોવાનો અંદાજ છે. વૈજ્ઞાનિકોએ ખાડાની પરછાઈની લંબાઈના આધારે તેની ઊંડાઈનો અંદાજ લગાવ્યો છે.

Falcon 9 રોકેટને જાન્યુઆરી 2025માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ રોકેટ Firefly Aerospaceના Blue Ghost-1 Lunar Landerને લઈને ગયું હતું. આ એક ખાનગી મિશન હતું, જેણે ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.

Reporter: admin

Related Post