News Portal...

Breaking News :

VMC માં ફરિયાદ પહેલા સોલ્યુસન : ભાજપ વડોદરાના શહેર પ્રમુખ ડો.વિજય શાહ પાસે સુપર પાવર

2024-06-02 09:46:46
VMC માં ફરિયાદ પહેલા સોલ્યુસન : ભાજપ વડોદરાના શહેર પ્રમુખ ડો.વિજય શાહ પાસે સુપર પાવર


વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિક કાર્યો કરતા પણ એક વ્યક્તિ સુપર પાવર સાબિત થયો છે,આ વ્યક્તિ એટલે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વિજય શાહ હોવાનું રાજકીય ચર્ચાઈ રહ્યું છે.


વડોદરાના શહેર પ્રમુખ ડો.વિજય શાહ ને મધ્યસ્થી બનાવો એટલે તમામ મુદ્દા નો ઉકેલ થઈ જાય તેવો ફલિત થાય છે.રાજકોટ અગ્નિ કાંડ થી ગુજરાત ભરની તમામ નગર પાલિકા અને મહાનગર પાલિકા સુપર એક્ટિવ થઈ છે.મોલ, હોસ્પિટલ, હોટેલ, કોમ્પલેક્ષ વગેરે જગ્યા એ ફાયર સેફ્ટી ના સાધનો ની ચકાસણી કરીને સિલ મરવા ની પ્રક્રિયા શરૂ કરી છે.પરંતુ આજરોજ સરદાર ભવનના ખાચામાં નાના નાના વેપારીઓ ને એમની નાની નાની દુકાનો ને અને પ્લાયવુડ અને લાકડા ની શો મિલને નોટીસ આપ્યા વગર સિલ કરવાની કાર્ય શરૂ કર્યું હતું.આ અંગે આપણે વેપારીઓની તત્કાલિક  મીટીંગ નું આયોજન કર્યું હતું.સોમવારે આવેદન પત્ર કમિશ્નર ને આપવાનું નક્કી કર્યું હતું.આશરે ૫૦૦ થી વધુ વેપારી સંમેલન પાટીદાર સમાજની વાડી માં રાખવા નક્કી કર્યું હતું.પરંતુ ચાલુ મીટીંગ માં ભાજપ વડોદરાના શહેર પ્રમુખ ડો.વિજય શાહ ને આ અંગે મધ્યસ્થી થવા વાત કરી હતી. વિજય ભાઈ શાહ એ પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને શનિવારે વડોદરા મહાનગર સેવા સદન ના કમિશ્નર  દિલીપ ભાઈ રાણા જોડે વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના પદાધિકારીઓની મીટીંગનું આયોજન કર્યું હતું.ખૂબ શાલીનતા થી કમિશ્નર અને ચીફ ફાયર પાર્થભાઈ સાથે મીટીંગ થઈ હતી.


વડોદરા શહેર ના નાગરિકો ની સુરક્ષા અને સાવચેતી ને ધ્યાન માં રાખી ને નાના નાના વેપારીઓ કે જેમની દુકાનો કોઈ કોમ્પલેક્ષ માં નથી એ સૌ માટે એક ગાઈડ લાઈન નક્કી કરવા માં આવશે.જેમાં ચીફ ફાયર ઓફિસર જોડે બેસી ને આ અંગે નક્કી કરવામાં આવશે.નાના વેપારીઓ માટે પણ હાઈ કોર્ટ ની સૂચના છે.અને સેવા સદનની અલગ ગાઈડ લાઈન છે. પણ અને નાના વેપારીઓ ને વધુ તકલીફ ના પડે એ અંગે પ્લાનિંગ કરવા માં આવશે.ખાસ ત્વરિત નિર્ણય લેવા માટે ડો.વિજય ભાઈ શાહ,કમિશ્નર રાણા નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો છે.હવે જવાબદારી વધી જશે કે રાજકોટ જેવી દુર્ઘટના આપણી સંસ્કારી નગરી માં ના થાય. એક - બે દિવસ માં નાના વેપારીઓ માટે એક ગાઈડ લાઈન મહાનગર સેવા સદન આપ સૌ ને જણાવીશું ત્યાં સુધી દરેક વેપારીઓ સાવચેતી રાખે એ જરૂરી છે.આ મીટીંગ માં વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન વતી પરેશ પરીખ, રમેશ પટેલ,ભરત ભાઈ ચૌહાન, યુસુફ ભાઈ મેમણ, ધર્મેન્દ્ર ઠકકર,જગદીશ ભાઈ, રામભાઇ લાલવાણી અને અન્ય વેપારી આગેવાનો હાજર રહ્યા હતા.

Reporter: News Plus

Related Post