મુંબઈ : ભારતીય વાયદા બજાર (MCX) માં 19 જાન્યુઆરી, 2026 ઐતિહાસિક દિવસ રહ્યો છે. ચાંદીના ભાવે પ્રથમ વખત પ્રતિ કિલોગ્રામ ₹3 લાખનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
હાજર બજારમાં વડોદરા માં ચાંદીનો ભાવ 305000 સુધી બોલાયો છે. સોનામાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો અને ભાવ તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. હાજર સોનુ 145700 સુધી પહોંચ્યું છે.વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો અને રોકાણકારોની ભારે ખરીદીને કારણે આ તેજી જોવા મળી છે. આજે બજાર ખુલતા સમયે ચાંદી ₹2,93,100 પર ખુલી હતી.ખુલતાની સાથે જ બજારમાં આવેલી તોફાની તેજીને કારણે ચાંદીએ ₹3,01,315 ની ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.
ચાંદીમાં એક જ દિવસમાં ₹10,400 (3.61%) નો જંગી વધારો નોંધાયો છે અને ભાવ ₹2,98,162 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીની સાથે સાથે સોનામાં પણ આજે મજબૂત તેજી જોવા મળી રહી છે. MCX પર 5 ફેબ્રુઆરી, 2026 ના વાયદામાં સોનું પણ ઉછળ્યું છે:સોનાનો વાયદો શુક્રવારે ₹1,42,517 પર બંધ થયો હતો.
Reporter: admin







