News Portal...

Breaking News :

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હિમાચલ પ્રદેશ વિધાનસભાની વેલ્ફેર કમિટી તથા ધારાસભ્યોની મુલાકાત

2026-01-18 15:10:04
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હિમાચલ પ્રદેશ વિધાનસભાની વેલ્ફેર કમિટી તથા ધારાસભ્યોની મુલાકાત


કમિટીના અધ્યક્ષ મોહનલાલ બ્રાકટાને સરદાર સાહેબની પ્રતિમાની સ્મૃતિભેટ અર્પણ
રાજપીપલા, રવિવાર :— હિમાચલ પ્રદેશ વિધાનસભાની વેલ્ફેર કમિટીના સભ્યો તથા અધિકારીઓએ ગુજરાતના બે દિવસીય અભ્યાસ પ્રવાસ અંતર્ગત રવિવારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

હિમાચલ પ્રદેશ વિધાનસભાની વેલ્ફેર કમિટીના અધ્યક્ષ મોહનલાલ બ્રાકટાની આગેવાની હેઠળ યોજાયેલી આ મુલાકાતમાં કમિટીના સભ્યો તરીકે શ્રી વિનોદ કુમાર, રીના કશ્યપ, લોકેન્દ્ર કુમાર, દીપ રાજ,  સુરદર્શન સિંહ બાબલો, વિનોદ સુલતાનપુરી તેમજ મિસ અનુરાધા રાણા સામેલ રહ્યા હતા.પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસના વિવિધ વિકાસાત્મક પ્રોજેક્ટો તથા પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઓળખાતી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કમિટીના અધ્યક્ષશ્રી તથા સભ્યોએ પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી હતી.

આ દરમિયાન પ્રતિનિધિમંડળે સરદાર પટેલ યુનિટી મ્યુઝિયમ નિહાળી સરદાર સાહેબના જીવન, કાર્ય અને એકતાના સંદેશા અંગે વિસ્તૃત માહિતી મેળવી પ્રશંસા વ્યક્ત કરી હતી. સાથે જ જંગલ સફારી પાર્કની પણ મુલાકાત લીધી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નોંધપોથીમાં કમિટીના અધ્યક્ષ  મોહનલાલ બ્રાકટાએ નોંધ્યું હતું કે, “સરદાર સાહેબના જીવન અને તેમની વિચારધારાથી એકતાનો ભાવ સમજવાનો આ પ્રવાસ અદ્ભૂત અને પ્રેરણાદાયક રહ્યો છે.”આ પ્રવાસ કમિટીના તમામ સભ્યો તથા ધારાસભ્યો માટે અવિસ્મરણિય બની રહ્યો હતો. મુલાકાતના અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર શ્રી અભિષેક સિન્હા દ્વારા કમિટીના અધ્યક્ષ શ્રી મોહનલાલ બ્રાકટાને સરદાર સાહેબની પ્રતિમાની સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post