વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની મન ગમતી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં સોસાયટી, પોળ, મોહલ્લા, સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, ખાતે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે
ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ રામદેવપીરની ચાલી ખાતે આવેલ ગણેશ બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે ગણેશ મંડળના કાર્યકર્તાઓ દ્વારા જુના જમાનામાં વપરાતી ધર સામાન મૂકવામાં આવ્યું હતું
જેમાં આજકાલના યુવાનો અને પેઢી આ પરંપરા વિસરતી જઈ રહી છે જેને લઈને આ મંડળ દ્વારા અદભુત ઘરવખરી કલેક્શન એકત્રિત કરીને ગણેશ પંડાલમાં મૂકવામાં આવ્યો હતો જેથી આવનારી પેઢીઓ આ ઘરવખરી સામાન જોઈ શકે અને સમજી શકે તે હેતુથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું
Reporter: admin