કેમ્બ્રિજ: વિશ્વવિખ્યાત એમઆઈટી ઈન્સ્ટિટયૂટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ પ્રોટીન ડિઝાઇન માટેની અદ્યતન એઆઈ ટૂલ્સ બનાવી છે. જેને વિશ્વભરના સંશોધકો માટે સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જાણકારોના મતે, આ નવી એઆઈ ટૂલ્સથી દવાઓ અને બાયોટેકનોલોજીમાં સુધારાને વેગ મળશે. રિપોર્ટ મુજબ, ઓપનપ્રોટીન.એઆઈ નામનું સ્ટાર્ટઅપ નો-કોડ પ્લેટફોર્મ લાવ્યું છે. જેના દ્વારા બાયોલોજીના સંશોધકો મશીન લર્નિંગની કોઈપણ જાણકારી વિના જ પ્રોટીન ડિઝાઇન અને વિશ્લેક્ષણ કરી શકે છે. આ પહેલા બાયોલોજી અને પ્રોગ્રામિંગની જાણકારી ધરાવનાર જ આ કાર્ય કરી શકતા હતા. તે વૈજ્ઞાનિકોને પ્રોટીનની રચના અને કાર્ય વિશે આગાહી કરવાની સાથે નવા મોડેલ બનાવવાની સુવિધા આપે છે.
એઆઈ આધારિત પ્રોટીન ડિઝાઈન ટૂલ્સ ચલાવવા માટે અત્યાર સુધી ટેકનિકલ જ્ઞાન જરૂરી હતું. આ નવી સિસ્ટમ સરળ ઈન્ટરફેસ સાથે આ પ્રક્રિયાને આસાન બનાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ ટેકનોલોજીથી નવી દવાઓ ઝડપથી બનાવી શકાશે. આ સાથે જ ખાસ ગુણધર્મો ધરાવતા પ્રોટીન તૈયાર કરવાથી નવી સારવાર પદ્ધતિઓ વિકસાવવામાં મદદ મળશે.
Reporter: admin







