News Portal...

Breaking News :

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વધુ એક વાર મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખીને સહકારી ક્ષેત્રમાં ગરમાવો લાવી દીધો

2025-05-15 16:22:36
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વધુ એક વાર મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખીને સહકારી ક્ષેત્રમાં ગરમાવો લાવી દીધો


વિવિધ પદાર્થો સહકારી મંડળી દૂધ ઉત્પાદક સહકારી મંડળી કેસર તાલુકાના વિવિધ દૂધ મંડળીના પ્રમુખ મંત્રી સુપરવાઇઝર અને અન્ય સામે ખોટા સભાસદો ઊભા કરી તેમ જ સભાસદોના નામે ખોટી રીતે લાખો રૂપિયા ઉપાડીને આચરેલ કૌભાંડનો લેખિત આક્ષેપ કર્યો


ડેસર તાલુકાના મેરાકુઆ દૂધ મંડળીમાં ૩૯૯૨૦૦૦ રૂપિયા કુલ પાંચ મૃત થયેલ સભાસદોના નામે નાણાં ઉપાડી ગેરરીતિ કર્યાનો લેખિત આક્ષેપ કર્યો. ધારાસભ્યના પત્રમાં મરણના દાખલા સાથે મૃત્યુ પામ્યા બાદ પાંચ સભાસદોના બેંકના ખાતામાં કેવી રીતે દૂધ ભર્યું અને એક સરખી રકમ કેવી રીતે જમા કરાવી અને પ્રતિદિન ૬૦ થી ૭૦ લીટર દૂધ ભર્યાંનું બતાવીને નાણાં ઉપાડ્યાનો આક્ષેપ. ધારાસભ્યના પત્ર બાદ ફરી એકવાર બરોડા ડેરી અને તેના વહીવટી બોર્ડ સામે પ્રશ્ન ઊભા કર્યા. ફરી એકવાર ભાજપમાં આંતરિક જૂથ બંધી બહાર આવી

Reporter: admin

Related Post