સાણંદ: અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાની ઘટનાના એક મહિના બાદ હવે સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ દીપડાની દહેશત ફેલાઈ છે. મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયો હોવાની માહિતી મળતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન મળી આવેલા ફૂટપ્રિન્ટ દીપડાના હોવાનું વનવિભાગે પુષ્ટિ કરી છે.
દીપડાને પકડવા મારણ સાથે પાંજરું ગોઠવાયું
DCFના જણાવ્યા મુજબ, મોટી દેવતી ગામ તરફ દીપડો દેખાયો હોવાની જાણ થતાં વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મળેલા પગલાં દીપડાના હોવાનું સામે આવ્યું છે. દીપડાને પકડવા માટે વનવિભાગે મારણ સાથે પાંજરું ગોઠવ્યું છે અને સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે.
જોકે, અત્યાર સુધી કોઈ ગ્રામજન દ્વારા દીપડાને પ્રત્યક્ષ જોયો હોવાની વિગતો મળી નથી. વનવિભાગની ટીમ દ્વારા દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જોકે, અત્યાર સુધી કોઈ ગ્રામજન દ્વારા દીપડાને પ્રત્યક્ષ જોયો હોવાની વિગતો મળી નથી. વનવિભાગની ટીમ દ્વારા દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રાત્રે એકલા બહાર ન નીકળવા ગ્રામજનોને અપીલ
દીપડાની હાજરીની ચર્ચા વચ્ચે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વનવિભાગે ગ્રામજનોને સાવચેતી રાખવા અને ખાસ કરીને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અપીલ કરી છે.
આ ઉપરાંત, કોઈ શંકાસ્પદ હિલચાલ અથવા દીપડાની હાજરી અંગે માહિતી મળે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ગ્રામજનોને અફવાઓ ન ફેલાવવા અને માત્ર વનવિભાગ તરફથી મળતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે.

Reporter: admin