News Portal...

Breaking News :

મોદી 3.0માં રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનું પત્તું કાપવામાં આવ્યું

2024-06-09 17:27:57
મોદી 3.0માં રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનું પત્તું કાપવામાં આવ્યું



ગુજરાત ક્વોટામાંથી પણ પાંચ સાંસદને મંત્રી બનાવવામાં આવશે.જેમાં અમિત શાહ, સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણીયા અને એસ.જયશંકરનો સમાવેશ થાય છે. હાલ આ પાંચેય સાંસદને શપથ માટે ફોન કરી દેવામાં આવ્યા છે.


જો કે ગુજરાતમાંથી રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનું પત્તું કાપવામાં આવ્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકર ગુજરાતમાંથીરાજ્યસભાના સાંસદ છે, એટલે તેમને ગુજરાતના ક્વોટામાં ગણવામાં આવ્યા છે. મળીને ગુજરાતના 13 સાંસદો મોદી સરકારમાં મંત્રી રહ્યા છે. આ વખતે ગુજરાત ક્વોટામાંથી મંત્રીઓની સંખ્યાઘટી શકે છે. 2014 અને 2019 બંને વખતે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીના પદ શપથ લીધા ત્યારે તેમના સિવાય ગુજરાતમાંથી બે કેબિનેટ કક્ષાનાbઅને બેરાજ્યકક્ષાના મંત્રીઓએશપથ લીધા હતા. મોદીની પહેલી ટર્મમાં મંત્રીમંડળ વિસ્તરણ વખતે ગુજરાતમાંથી 2 મંત્રીઓનું પત્તું કપાયું હતું અને નવા 3 મંત્રીઓ ઉમેરાયા હતા. જ્યારે મોદી 2.0માં મંત્રીમંડળ વિસ્તરણ  માં માંડવિયા અને રૂપાલાને રાજ્યકક્ષાથી કેબિનેટ કક્ષાનો દરજ્જો મળ્યો હતો.

Reporter: News Plus

Related Post