News Portal...

Breaking News :

રેડ એલર્ટ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત વડોદરા જિલ્લામાં શાળાઓ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય.

2026-07-30 12:51:24
રેડ એલર્ટ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત વડોદરા જિલ્લામાં શાળાઓ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય.

 ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડી વડોદરા જિલ્લાના શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈટીઆઈ તેમજ કોલેજોમાં તા.31 જુલાઈ 2026, શુક્રવારના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કર્યો છે.

જાહેરનામામાં જણાવ્યા મુજબ, ભારે વરસાદની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા પ્રશાસન દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post