દિલ્હી : ઈન્ડિયન ઓઈલના સૌથી શક્તિશાળી 100-ઓક્ટન પ્રીમિયમ ફ્યુઅલ XP100 ના ભાવમાં લિટર દીઠ Rs 11 નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.
અગાઉ Rs 149 માં મળતું આ પેટ્રોલ હવે Rs 160 પ્રતિ લિટરના ભાવે મળશે. આ હાઈ-પર્ફોર્મન્સ ફ્યુઅલ મુખ્યત્ત્વે લક્ઝરી કાર અને સુપરબાઈક્સમાં વપરાય છે. તેવી જ રીતે, પ્રીમિયમ ડીઝલ વેરિઅન્ટ Xtra Green ના ભાવમાં પણ વધારો થયો છે, જે હવે Rs 91.49 થી વધીને Rs 92.99 પ્રતિ લિટર પર પહોંચ્યું છે.બીજી તરફ, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. 19-kg ના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1 એપ્રિલથી વધીને Rs 2,078.50 થયો છે, જે 1 માર્ચના રોજ Rs 1,768.50 હતો. આમ, એક જ મહિનામાં આશરે Rs 300 થી વધુનો વધારો થયો છે.
જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશના (14.2-kg) સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે દિલ્હીમાં Rs 913 પર સ્થિર છે.આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના વધતા ભાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. દિલ્હીમાં ATF નો નવો ભાવ Rs 2,07,341.22 પ્રતિ કિલોલિટર થયો છે. આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉડતી ડોમેસ્ટિક એરલાઈન્સ માટે ATF ના દરો Rs 816 થી સીધા વધીને Rs 1,690 પ્રતિ કિલોલિટર થયા છે, જે લગભગ બમણાંથી પણ વધુ છે.
Reporter: admin







