વડોદરા : રક્ષાબંધનના પર્વને લઈને વડોદરા શહેરના બજારોમાં રાખડીઓના સ્ટોલ લાગી ચુક્યા છે. જ્યાં વેચાણ માટે અવનવી ડિઝાઇનોની સંખ્યાબંધ રાખડી જોવા મળી રહી છે.
રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને વડોદરા શહેરના બજારોમાં રાખડીના સ્ટોલ લાગી ગયા છે આ વર્ષે રાખડીઓમાં અવનવી પ્રકારની ડિઝાઇનો જોવા મળી રહે છે સાથે જ ભાભીને બાંધવામાં આવતી ભાભી રાખડીમાં પણ નવીનતમ ડિઝાઇનો જોવા મળી રહે છે. બાળકોની રાખડીઓમાં પણ રંગબેરંગી અને લાઈટોવાળી રાખડીયો બજારમાં આવી છે.
આ સાથે રામ મંદિર રાખડી કપલ રાખડી ફેશનેબલ બ્રેસલેટ રાખડી જેવી રાખડીઓએ ગ્રાહકોમાં આકર્ષણ જમ્યું છે જ્યારે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે રાખડીઓના ભાવ સામાન્ય જોવા મળી રહ્યા છે અને જુદી જુદી વેરાઈટીઓમાં જુદા જુદા ભાવે રાખડીઓ વેચાઈ રહી છે ત્યારે આ મુદ્દે રાખડીના વેપારીઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી.આ દરમિયાન રાખડીની ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ પણ બજારમાં રાખડીઓના ભાવ અને નવી ડિઝાઇનો અંગે પ્રતિક્રિયા આપી હતી.
Reporter: admin