સિલીગુડી :પશ્ચિમ બંગાળના સિલીગુડી માંથી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓની શંકાના આધારે નકસલબાળીના બેલગાછી ચાના બગીચામાંથી ફ્રાન્સિસ એક્કા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા વ્યક્તિની પત્ની તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર નકસલબાળી પંચાયત સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા છે.ધરપકડ દરમિયાન, પોલીસે આરોપીઓ પાસેથી ઘણા ગોપનીય DRDO દસ્તાવેજો અને મોટી માત્રામાં રેડિયોએક્ટિવ કેલિફોર્નિયા જપ્ત કર્યા છે. એક પોલીસ અધિકારીનું કહેવું છે કે આરોપી પાસે આ વસ્તુઓ કઇ રીતે અને ક્યાંથી આવી તે અંગે સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી.
તેમજ જો આપણે જપ્ત કરાયેલા સામાનની બજાર કિંમત સાથે સરખામણી કરીએ તો રેડિયોએક્ટિવ કેલિફોર્નિયાના એક ગ્રામની કિંમત 17 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.આરોપી પર DRDOના સંવેદનશીલ દસ્તાવેજો અને રેડિયોએક્ટિવ સામગ્રીની દાણચોરીનો આરોપ છે. તેમજ તેની કોઈ વિદેશી સંગઠન સાથે કનેક્શન હોવાની શક્યતાઓ પણ છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ શરૂ કરી છે. આ સાથે પોલીસે તે ઘરને સીલ કરી દીધું છે જ્યાંથી રેડિયોએક્ટિવ સામગ્રી મળી આવી હતી.
Reporter: admin







