વડોદરા : પક્ષી સરોવર તરીકે પ્રસિદ્ધ એવું ડભોઈ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ ખાતે હવે વિદેશી પક્ષીઓ આવવાની તૈયારી શરૂ છે.

ત્યારે વનવિભાગ દ્વારા વઢવાણા સિંચાઈ વિભાગને પાણી મેન્ટેઈન રાખવાની સુચના આપી દેવાઈ છે. જેથી તળાવમાં ટાપુઓ બહાર ઉભરી આવે તો, પક્ષીઓ ટાપુ પર બેસી શાંતિથી વિસામો અને વિહાર કરી શકે.ગાયકવાડી રાજમાં ડભોઈ તાલુકાના 22 ગામોની 8000 એકર ઉપરાંતની ખેત જમીનને સિંચાઈ માટે પાણી મળે તે હેતુથી વઢવાણા સિંચાઈ તળાવનું નિર્માણ કરાયું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ તળાવ પક્ષીધામમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. ડિસેમ્બર માસની શરૂઆત થાય ત્યારથી જ તે વિદેશના પક્ષીઓ હજારો કિ.મી.નું અંતર કાપી વિહાર કરી આ તળાવ ખાતે ફેબ્રુઆરીના અંત સુધી વિસામો કરે છે.

ત્રણ ચાર મહિના દરમિયાન વિદેશી પક્ષીઓ પ્રજનન ક્રિયાથી માંડી બચ્ચાનો જન્મ થયેથી પોતાના કુટુંબ કબીલા સાથે પરત માદરે વતન ફરતા જોવા મળે છે. ત્યારે ચાલુ સાલે ડિસેમ્બરડિસેમ્બરના પહેલા સપ્તાહથી વિદેશી પક્ષીઓ આગમન કરે છે. પરંતુ હજુ વઢવાણા સિંચાઈ તળાવમાં પાણી છીછરા થયા નથી.માસને હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે. તેમ છતાં વધવાના સિંચાઈ તળાવ હાલ પણ પાણીથી છલોછલ ભરેલું જોવા મળી રહ્યું છે. પક્ષીઓને વિસામો કરવા માટે છીછરા પાણીની જરૂરિયાત હોય છે. તળાવની મધ્યથી માળી દરેક જગ્યાએ ટાપુ નીકળેલા હોવા જરૂરી હોય છે. જેથી આ ટાપુઓ પર દેશ વિદેશના પક્ષીઓ પોતાનો ઉત્તરાણ કરી પ્રજનન ક્રિયા કરી ઈંડા મૂકી બચ્ચાને જન્મ આપી ત્રણ માસ સુધી ઉછેરી શકે. પરંતુ હાલ એક બાજુ હાલ ખેતીની નવી સિઝનન શરૂઆત થઈ છે. ખેડૂતોને પણ પાણીની તાતી જરૂરિયાત છે પરિણામે તળાવમાં પક્ષીઓ વિસામો કરે એ પ્રકારનું પાણીમેન્ટેઇન હજુ સુધી થયું નથી. ત્યારે પક્ષી સરોવર તરીકે વિકસિત કરવાનું બીડું વનવિભાગ ખાતાએ ઝડપ્યું છે.


Reporter: admin