સમગ્ર ભારતભરમાં રેલ્વે યુનિયન દ્વારા જૂની પેન્શન નીતિ ને પાછી અપનાવવા અને નવી પેન્શન નીતિ રદ કરવા ચાલતા આંદોલન ને મજબૂત કરવા વેસ્ટર્ન રેલવે મજદુર યુનિયન દ્વારા વર્કશોપ ખાતે એકત્ર થઈ નવી પેન્શન નીતિને પાછી લેવા સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો.
વેસ્ટર્ન રેલવે મજદુર યુનિયન દ્વારા આજે જૂની પેન્શન નીતિ ને પાછી અપનાવવા અને નવી પેન્શન નીતિ રદ કરવા સમગ્ર ભારતભરમાં રેલ્વે યુનિયન દ્વારા ચાલતા આંદોલન ને મજબૂત કરવા વર્કશોપ ખાતે એકત્ર થઈ નવી પેન્શન નીતિને પાછી લેવા સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો.
આ અંગે વધુમાં જાણવતા મજદૂર યુનિયનના પ્રમુખ ભરત મકવાણા દ્વારા જણાવ્યું હતું કે જો ભારત સરકાર અમારી માંગોને પૂરી નહીં કરે તો આવતા દિવસોમાં આંદોલનને સમગ્ર ભારતમાં ઉગ્ર કરવામાં આવશે અને ચક્કાજામની સ્થિતિ ઊભી કરાશે તેઓએ તેમની માંગણી યોગ્ય છે અને તે સરકારે સ્વીકારવી જોઈએ તેવી રેલવેના સર્વ કર્મચારીઓની માંગ છે.
Reporter: News Plus