‘370ની બિરયાની’ કોમેન્ટ વિવાદમાં પ્રણિત મોરેનો યુ-ટર્ન, જાહેર માફી
કોમેડિયન અને ‘બિગ બોસ 19’ના સ્પર્ધક પ્રણિત મોરેના શોમાં હિમાંશુ જાંગડાના ‘370 રૂપિયાની બિરયાની’ સંબંધિત નિવેદન બાદ ભારે હોબાળો મચ્યો હતો. વિવાદ વધતા પ્રણિત મોરેએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયો જાહેર કરીને માફી માંગી છે.પ્રણિતે જણાવ્યું કે તે લાંબા સમયથી આ મુદ્દે વાત કરવા ઈચ્છતો હતો, પરંતુ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું હોવાથી તે સમયસર પ્રતિક્રિયા આપી શક્યો નહોતો. તેણે સ્વીકાર્યું કે શો દરમિયાન માહોલમાં વહેતા તેણે યોગ્ય નિર્ણય ન લીધો અને તે સમયે જ વાંધાજનક ટિપ્પણી કરનાર વ્યક્તિને રોકવું જોઈએ હતું.
કોમેડિયને કહ્યું કે, તે હાલમાં ચાલી રહેલી કાનૂની પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છે અને તે માનેછે કે તે આ ટીકા માટે યોગ્ય છે. સાથે જ તેણે લોકોને અપીલ કરી છે કે તેને એક વધુ તક આપવામાં આવે, કારણ કે તે આ ઘટનામાંથી શીખ મેળવી રહ્યો છે અને ભવિષ્યમાં પોતાના કન્ટેન્ટમાં સુધારો લાવશે.નોંધનીય છે કે, આ વિવાદ બાદ હિમાંશુ જાંગડાને તેની કંપનીમાંથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
Reporter: admin







