આમિરની પાર્ટીમાં સલમાન ખાનનો ‘રાધે’ લુક, ઉતરેલું મોઢું ચર્ચામાં
મુંબઈમાં શનિવારે યોજાયેલી આ ખાસ સેલિબ્રેશન ઈવેન્ટમાં સલમાન ખાન, કરીના કપૂર, રેખા, કાજોલ, જૂહી ચાવલા, કિરણ રાવ સહિત અનેક મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન સલમાન ખાન પોતાના નવા અલ્ટ્રા-શોર્ટ હેર લુકમાં જોવા મળ્યા, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા. તેમના લુકની સરખામણી ફિલ્મ ‘તેરે નામ’ના હેરસ્ટાઇલ સાથે કરવામાં આવી રહી છે.રેડ કાર્પેટ પર સલમાન ખાન, આમિર ખાન અને કરીના કપૂર સાથે પાપારાઝીને પોઝ આપતા જોવા મળ્યા હતા. ઇવેન્ટમાં ‘લગાન’ની ટીમ સાથે આમિર ખાનની દીકરી ઇરા ખાન અને તેમના જમાઈ સહિત અનેક મહેમાનો હાજર રહ્યા હતા. બોલિવૂડના દિગ્ગજ કલાકારોની હાજરીથી સમગ્ર ઈવેન્ટ ગ્લેમર અને યાદગાર ક્ષણોથી ભરપૂર રહી હતી.
Reporter: admin







