શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા હાજી ડુપ્લેક્ષની પાસેના બસેરા કોમ્પલેક્ષમાં આવેલી ચાચા આમલેટ સેન્ટર નામની રેસ્ટોરાંમાં 16 વર્ષના બાળક પાસે મજૂરી કામ કરાવાતું હોવાની બાતમીના આધારે પોલીસની એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ
યુનિટના અધિકારીઓએ આજે ત્યાં દરોડો પાડ્યો હતો. અને મજૂરી કામ કરી રહેલા સગીરને રેસ્ક્યૂ કર્યો હતો. ઉપરાંત, રેસ્ટોરાંના માલિક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.
વડોદરા પોલીસની એન્ટિ ટ્રાફિકિંગ યુનિટની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે વખતે બાતમી મળી હતી કે, તાંદલજાના હાજી ડુપ્લેક્ષની પાસે આવેલા બસેરા કોમ્પલેક્ષમાં આવેલી ચાચા આમલેટ સેન્ટર નામની રેસ્ટોરાંમાં બાળક પાસે મજૂરી કામ
કરાવવામાં આવી રહ્યુ છે. જેથી પોલીસની ટીમે ચાચા આમલેટ સેન્ટર પર દરોડો પાડ્યો હતો. જે દરમિયાન રેસ્ટોરાંમાં કામ કરતો 16 વર્ષનો સગીર મળી આવ્યો હતો. જેને પોલીસની ટીમે રેસ્ક્યૂ કરી લીધો હતો.
કહેવાય છે કે, સગીરને
મજૂરીકામ માટે રોજના 300 રૂપિયા ચુકવવામાં આવતા હતા. પોલીસે આમલેટ સેન્ટરના માલિક શાહનવાઝ અય્યુબ પઠાણ (રહે. નવી નગરી, હરિજનવાસ, તાંદલજા)ની ધરપકડ કરી છે.
Reporter: News Plus