News Portal...

Breaking News :

40 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનનો ઐતિહાસિક ન્યૂઝીલેન્ડ પ્રવાસ, PM મોદી 10 જુલાઈએ કરશે મુલાકાત

2026-07-03 09:45:55
40 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનનો ઐતિહાસિક ન્યૂઝીલેન્ડ પ્રવાસ, PM મોદી 10 જુલાઈએ કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જુલાઈ, 2026ના રોજ બે દિવસની સત્તાવાર મુલાકાતે ન્યૂઝીલેન્ડ જશે. આ પ્રવાસ ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે, કારણ કે લગભગ 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન સત્તાવાર મુલાકાતે ન્યૂઝીલેન્ડ જઈ રહ્યા છે. આ પહેલાં વર્ષ 1986માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ન્યૂઝીલેન્ડની મુલાકાત લીધી હતી.


ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને વડાપ્રધાન મોદીની મુલાકાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આ પ્રવાસ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપશે. વડાપ્રધાન મોદી 10 જુલાઈએ ઓકલેન્ડ પહોંચશે અને 11 જુલાઈએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ ભારત પરત ફરશે.

આ મુલાકાત દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ, શિક્ષણ, કૃષિ, ટેક્નોલોજી તેમજ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. તાજેતરમાં બંને દેશો વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર (FTA) બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત હોવાથી આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિશેષજ્ઞોના મતે વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારતની ઇન્ડો-પેસિફિક નીતિને વધુ મજબૂત બનાવવાની સાથે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આર્થિક, વેપારી અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Reporter: admin

Related Post