જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો બોલવાના મામલે ચર્ચામાં આવેલી 15 વર્ષની કિશોરીએ જાહેરમાં માફી માગતો વીડિયો જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કિશોરી હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારતી જોવા મળે છે.
વીડિયોમાં કિશોરી જણાવે છે કે, "હું માત્ર 15 વર્ષની છું. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી. હું મારા મિત્રો સાથે કનોટ પ્લેસ ગઈ હતી. ત્યાં વિદ્યાર્થી પ્રદર્શન ચાલી રહ્યું હતું અને કેટલાક લોકો પ્રધાનમંત્રી વિરુદ્ધ આપત્તિજનક નારા લગાવી રહ્યા હતા. હું પણ તે વાતાવરણ અને ભીડના બહકાવામાં આવી ગઈ હતી. મારી ભૂલ બદલ હું દિલથી માફી માંગુ છું."
આ ઘટનાના અનુસંધાને 30 જુલાઈએ નોઇડામાં કિશોરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. માફીનો વીડિયો સામે આવ્યા બાદ 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર પ્રશ્ન ઉઠાવ્યો કે, જો કિશોરીએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી છે તો શું તેની સામે નોંધાયેલ કેસ પરત ખેંચવામાં આવશે?
બીજી તરફ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, "મને અને મારી માતાને ભદ્દી ગાળીઓ આપનાર બાળકોને હું માફ કરવા માગું છું."
હાલ કિશોરીનો માફીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેસ અંગે સત્તાવાર સ્તરે કોઈ નવા નિર્ણયની જાહેરાત કરવામાં આવી નથી.
Reporter: admin







