News Portal...

Breaking News :

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹200થી વધુનો ઘટાડો, હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગને મોટી રાહત

2026-08-01 15:24:16
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹200થી વધુનો ઘટાડો, હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગને મોટી રાહત

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓગસ્ટથી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹200થી વધુનો ઘટાડો જાહેર કર્યો છે. આ નિર્ણયથી હોટલ, રેસ્ટોરાં, ચાની લારીઓ અને કોમર્શિયલ LPGનો ઉપયોગ કરતા વેપારીઓને મોટી રાહત મળી છે.

નવી કિંમતો અનુસાર દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹202નો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કોલકાતામાં ₹209.50નો ઘટાડો નોંધાયો છે. હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹2,728 થઈ છે, જ્યારે કોલકાતામાં તે ₹2,872.50 થઈ છે.

જોકે, 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી આ ઘટાડાનો લાભ માત્ર કોમર્શિયલ ગ્રાહકોને જ મળશે.

ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈએ પણ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183.50 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે અગાઉ ભાવમાં વધારો થયો હતો, પરંતુ હવે સતત બીજા મહિને ભાવ ઘટાડાતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોમર્શિયલ LPGના ભાવમાં ઘટાડા બાદ અનેક વેપારીઓએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. વેપારીઓનું કહેવું છે કે ગેસના ખર્ચમાં ઘટાડો થતાં વ્યવસાયનો ખર્ચ ઘટશે અને ગ્રાહકોને પણ તેનો લાભ મળી શકે છે.

Reporter: admin

Related Post