વડોદરા: શહેરના વાસણા-ભાયલી રોડ પરથી પીસીબી પોલીસે એક્ટિવા પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા શખ્સને ઝડપી પાડ્યો હતો.
તેની પાસેથી રૂપિયા 60 હજારનો વિદેશી દારૂ, એકટીવા એક મોબાઈલ અને રોકડા રૂ.18 હજાર મળી રૂ.1.34 લાખનો મુદ્દામાલ કબજે કરી ગોત્રી પોલીસને આગળની કાર્યવાહી માટે સોપાયો છે.વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પીસીબી પોલીસે દારૂની હેરાફેરી તથા ધંધો કરતા બુટલેગરો સામે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. દરમિયાન 9 જૂનના રોજ પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી અને ભાયલી-વાસણા રોડ પર વ્હાઇટ હાઉસ પાસે ટીપી 1 સ્પ્રીંગ એક્ઝોટીકા 2 પાસે બાતમી મળી હતી કે એક ઇસમ પોતાની એકટીવામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો થઈ નિલામ્બર પ્રાઈમરો ત્રણ રસ્તા તરફથી આવી આવે છે અને વાઈટ હાઉસ તરફ જવાનો છે.
જેના આધારે પીસીબીની ટીમ સ્થળ પર વોચ ગોઠવી હતી.દરમિયાન બાતમી મુજબની એકટીવા લઈને એક શખ્સ આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મનીષ રતીલાલ પટેલ (રહે. અંબીકા મીલની ચાલી, ન્યુ ઇન્ડીયા મીલ પાસે, સન્માન હોટલ પાસે જેતલપુર વડોદરા મુળ રહે.પટેલ વાસ, તાજપુર, તા.તલોદ સાબરકાંઠા) નો હોવાનું જણાવ્યું હતું. મોપેડના ફુટ રેસ્ટ ઉપર રાખેલા થેલામાં વિદેશી બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો જણાઈ આવી હતી. ઇંગ્લીશ દારૂની બોટલો રૂપિયા 60 હજાર, રોકડા રૂપિયા 18 હજાર, એક મોબાઇલ રૂપિયા 5 હજાર તેમજ એક એકટીવા કિંમત રૂપિયા 50 હજાર મળીને કુલ રૂપિયા 1.34 લાખના મુદામાલ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ગોત્રી પોલીસ સ્ટેશનમાં સોપાયો છે.
Reporter: admin