News Portal...

Breaking News :

બનાસ નદીમાં 8 બાળકોના મોત નદીમાં નહાવા ગયેલા 11 બાળકો અચાનક જોરદાર પ્રવાહમાં ખેંચાયા

2025-06-10 16:19:03
બનાસ નદીમાં 8 બાળકોના મોત નદીમાં નહાવા ગયેલા 11 બાળકો અચાનક જોરદાર પ્રવાહમાં ખેંચાયા


ટોંક: રાજસ્થાનના ટોંક જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. બનાસ નદીમાં નહાવા ગયેલા 11 બાળકો અચાનક જોરદાર પ્રવાહમાં ખેંચાઈ જતા ડૂબી ગયા. 


બનાસ નદીમાં બાળકોના મોત અંગેની ઘટના બાબતે માહિતી આપતાં પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 8 બાળકોના મોત થયા છે. માહિતી મળતાં જ વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નાહી રહેલા 11 બાળકો પાણીના પ્રવાહમાં ખેંચાતા 8 બાળકોના મોત થયા છે. 3 યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે. સ્થાનિક તરવૈયા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની મદદથી નદીમાં શોધખોળ ચાલી રહી છે. વહીવટીતંત્રે નદીની નજીક રહેતા લોકોને સાવધાની રાખવા અપીલ કરી છે. પ્રશાસને લોકોને સૂચના આપી છે કે જરૂરી કામ વિના કોઈ પણ વ્યક્તિ નદી કિનારે ના જાય. 


આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં શોક અને તણાવનું વાતાવરણ છે.કહેવામાં આવી રહ્યું છે કે બાળકો બનાસ નદી પરના જૂના ફ્રેઝર બ્રિજ પાસે નહાવા લાગ્યા હતા. અચાનક ઊંડાણમાં જવાથી બધા બાળકો એક પછી એક ડૂબવા લાગ્યા.સ્થાનિક લોકોની મદદથી, કેટલાક બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ટોંક સઆદત હોસ્પિટલમાં ઘાયલ બાળકોની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ પરિસરમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. પરિવારના સભ્યોએ રોકકળ કરી મૂકી છે. વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. બધા મૃતકો જયપુરના રહેવાસી હોવાનું કહેવાય છે. આ બધા મિત્રો પિકનિક મનાવવા માટે ભેગા થયા હતા. આ સમય દરમિયાન, આ અકસ્માત થયો. બાળકોને ખ્યાલ નહોતો કે નદી કેટલી ઊંડી છે. જ્યારે બાળકો નદીમાં નહાતા હતા તે દરમિયાન એક બાળક તણાતા તેને બચાવવા જતા અન્ય બાળક ખેંચાયો. એ પછી એકબીજાને બચાવવાનો પ્રયાસ કરતા પાણીમાં 11 યુવાનો ડૂબી ગયા. 3 યુવાનો હજુ પણ ગુમ છે, જેમની શોધ ચાલી રહી છે.

Reporter: admin

Related Post