પોદાર વર્લ્ડ સ્કૂલમાં ફીમાં વધારો અને વિધાર્થીઓને સુવિધાના અભાવને લઈને વાલી અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા શાળાના સંચાલકને રજુવાત કરવામાં આવી

વડોદરા આવેલ પોદાર સ્કૂલમાં છેલ્લા ઘણા સમય થી ફી વધારાને કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો ફ્રી વધારા સામે વાલી ભેગા થઈ અને શાળાને રજૂઆત કરવા પહોંચી ગયા હતા વાલી એ RTI કરી ને માહિતી માંગી હતી જેમાં માલુમ થયું કે સરકારના નિયમ કરતાં શાળા વધારે ફી વસૂલી રહી છે અને સુવિધાના નામે જીરો છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે ચોખ્ખું પીવાનું પાણી મળી રહ્યું નથી અને વોશરૂમની સુવીધા પણ બરાબર નથી અને શાળા દ્વારા વાલી અને વિધાર્થીનું સાંભળવામાં આવુંતું નથી જેને લય ને વોડ નં ૧ ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા શાળાના સંચાલકને રજુઆત કરી હતી અને વધારાની ફી પાછી આપવા અને સુવિધા ઉપલબ્ધ કરવા બાબત રજુવાત કરવામાં આવી હતી અને જો એક સપ્તાહમાં રજુવાતનો કોઈ ઉકેલ નય આવે તૉ સપ્તાહ પછી તેની વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે




Reporter: