ભુવનેશ્વરમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ: 2 કરોડ રોકડા જપ્ત
ઓડિશાના કંધમાલ જિલ્લાના બલિગુડા સ્થિત ITDAમાં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કાર્યરત બૈકુંઠ નાથ બેહેરા સામે આવક કરતાં વધુ સંપત્તિનો મોટો ખુલાસો થયો છે. શરૂઆતમાં માત્ર ₹6,000 માસિક પગારથી સરકારી સેવા શરૂ કરનાર આ અધિકારીની કરોડોની મિલકત સામે આવતા વિજિલન્સ વિભાગે વિશાળ કાર્યવાહી હાથ ધરી છે.ઓડિશા વિજિલન્સને મળેલી ફરિયાદના આધારે ભુવનેશ્વરના વિશેષ ન્યાયાધીશ (વિજિલન્સ) દ્વારા સર્ચ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભુવનેશ્વર, જાજપુર, બારીપદા અને કંધમાલ જિલ્લામાં કુલ 9 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 2 એડિશનલ SP, 5 DSP, 6 ઇન્સ્પેક્ટર સહિત મોટી ટીમ તૈનાત કરવામાં આવી હતી.તપાસમાં અત્યાર સુધી 5 આલીશાન બહુમાળી ઇમારતો, 13 પ્લોટ અને અનેક સોનાના દાગીના મળી આવ્યા છે.
Reporter: admin







