વડોદરા: શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા 51 વર્ષીય દિનેશભાઇ છીતાભાઇ માયાવંશીને શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટિસ્પેશિયાલિટિ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં હતાં

તેઓને બ્રેઇન ડેડ થતાં પરિવારમાં તેમના પત્ની પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે આ નિર્ણયને સંજીવની મલ્ટિ સ્પેશિયાલિટિ હોસ્પિટલના તબીબ ડો.દલપત કાતરીયાએ આવકાર્યો હતો અને અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલ તથા કિરણ હોસ્પિટલ,સુરત તેમજ ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે જરુરિયાતમંદ દર્દીઓને જીવતદાન મળી રહે તે માટેનો નિર્ણય લઇ જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી

આજે તેઓના અંગદાન થકી ત્રણ દર્દીઓને નવજીવન આપવામાં આવશે ત્યારે તેમના લિવર ને તથા હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા કિરણ હોસ્પિટલ સુરત ખાતે તેમજ કિડનીને ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલવામાં આવ્યા હતા.





Reporter: admin