વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ગેટ બંધ કરાતા વિદ્યાર્થીઓ ગેટ કૂદીને બહાર નીકળ્યા હતા. ફતેપુરાની સરકારી શાળાના ગેટનો નકૂચો તૂટતા તાળું મારવામાં આવતા વિદ્યાર્થીઓ જોખમી રીતે કૂદીને બહાર નીકળ્યા હોવાનો વિડિયો સોસિયલ મિડિયા પર વાઇરલ થયો હતો. x

શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં આવેલા ગેટનો નકૂચો તૂટી ગયો હતો. જેના પગલે શિક્ષક દ્વારા ગેટ ખુલી ના જાય અને કોઇને ઇજા ના થાય તે માટે તાળું મારી દીધું હતું. જોકે શાળા છૂટવાના સમયે તાળું ખોલવાનું ભૂલી જવામાં આવ્યું હતું તથા શાળામાં હાજર રહેતો પગી પણ ના હોવાથી તાળું ખોલવામાં આવ્યું ના હતું. ગેટ બંધ કરવામાં આવ્યા હોવાની ઘટનાના પગલે વિદ્યાર્થીને ના છૂટકે કૂદીને નીકળવાનો વારો આવ્યો હતો.
વિદ્યાર્થીઓ આ પ્રકારે ગેટ કૂદીને નીકળી રહ્યા હોવાનું શાળાના કોઇ જવાબદાર વ્યકતિઓના નજરે પડયું ના હતું. આ ઘટના અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને શાનાસધિકારી સુધી ફરીયાદ કરાશે. જોકે આ મામલે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિથ દેસાઈએ કહ્યું હતું કં, ફતેપુરાની શાળાનો વિડિયો અમને મળ્યો છે શિક્ષકએ ગેટનો નકૂચો તૂટી જતા તાળું માર્યું હતું. પરંતુ તેને સમય પર ખોલવામાં આવ્યું ન હતું. જેના પગલે વિદ્યાર્થીઓ ગેટ કૂદીને બહાર ગયા હતા. શિક્ષકનો ખુલાસો પૂછવામાં આવશે.
Reporter: admin