વડોદરા : ડીસીપી ઝોન ૨ અભય સોની દ્વારા અકોટા બ્રિજ પર પ્રાથમિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 31 ડિસેમ્બરને લઈને યુવા ધન નશો કરતા હોય છે

ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ધણા સમય થી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત રોજ રાત્રીના સમયે વડોદરા ડીસીપી ઝોન ૨ અભય સોની દ્વારા અકોટા બ્રિજ પર પ્રાથમિક ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા રોડ પર વાઇટ રંગની લાઈન બનાવમાં આવી હતી અને વાહન ચાલકોને આ લાઈન પર ચાલવાનું કહ્યું હતું

જો કોઈ વાહન ચાલકો નશો કર્યો હોય અને આ લાઈન પર સીધો ન ચાલે અને પગ નું બેલેન્સ બગડે તો પોલીસ દ્વારા તેઓ સામે લાલ આંખ કરી હતી પરંતુ વાહન કોઈ વાહન ચાલક નશો ન કર્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે ડીસીપી ઝોન-૨ અભય સોની એ જણાવ્યુ હતું.





Reporter: admin