News Portal...

Breaking News :

હવે વાર્ષિક આવક ૨૯,૦૦૦ પાઉન્ડ હશે તો જ બ્રિટનમાં ફૅમિલીને બોલાવી શકાશે

2024-04-16 12:05:18
હવે વાર્ષિક આવક ૨૯,૦૦૦ પાઉન્ડ હશે તો જ બ્રિટનમાં ફૅમિલીને બોલાવી શકાશે

બ્રિટન સરકારની નવી ફૅમિલી વીઝા પૉલિસી ગુરુવારથી લાગુ થઈ ગઈ છે. આ નીતિ બ્રિટનમાં રહેતા એવા વિદેશીઓ માટે છે જે પોતાના પરિવારજનોને બોલાવવા માગે છે. નવી પૉલિસી મુજબ હવે વાર્ષિક ૨૯,૦૦૦ પાઉન્ડ (આશરે ૩૦ લાખ રૂપિયા) આવક હશે તે લોકો જ પોતાના પરિવારને બ્રિટન બોલાવી શકશે. અગાઉ આવકની મર્યાદા ૧૮,૬૦૦ પાઉન્ડ (૧૮ લાખ રૂપિયા) હતી. આ વધારો પંચાવન ટકા કરતાં વધારે છે. 

બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે ગયા વર્ષે આ નીતિની જાહેરાત કરી હતી. આગામી વર્ષે વેતનમર્યાદામાં હજી વધારો કરવામાં આવશે એટલે કે બ્રિટનમાં રહેતા ભારતીયો માટે પોતાના પરિવારજનોને બોલાવવા વધુ અઘરું થશે.

Reporter:

Related Post