News Portal...

Breaking News :

મહાકુંભમાં રેતીમાં દટાયેલું લાલ કપડામાં લપેટાયેલું નવજાત મળ્યું

2025-01-19 11:27:46
મહાકુંભમાં રેતીમાં દટાયેલું લાલ કપડામાં લપેટાયેલું નવજાત મળ્યું


પ્રયાગરાજ : મહાકુંભનો આજે 7મો દિવસ છે. સવારે 8 વાગ્યા સુધી 17 લાખ ભક્તોએ સ્નાન કર્યું હતું. અત્યાર સુધીમાં 7.72 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. 


મેળા વિસ્તારના સેક્ટર-6માં JCBથી રેતી કાઢવામાં આવી રહી હતી ત્યારે લાલ કપડામાં લપેટાયેલ નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી કામ અટકી ગયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહ લગભગ 10 દિવસ જૂનો છે.સાથે જ રાત્રે 10 વાગ્યે મહાકુંભમાં બોમ્બ એલર્ટના કારણે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની ધર્મ સંસદમાં બોમ્બની માહિતી મળતાં જ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.આજે CM યોગી લગભગ 5 કલાક મહાકુંભમાં રહેશે. મહાકુંભમાં દિવ્ય પ્રેમ સેવા મિશનના સેમિનારમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજરી આપશે. તેઓ તેમના પરિવાર સાથે અવધેશાનંદ ગિરીના કેમ્પમાં 6 દિવસ રોકાશે.આજે CM યોગી લગભગ 5 કલાક મહાકુંભમાં રહેશે. 


મહાકુંભમાં દિવ્ય પ્રેમ સેવા મિશનના સેમિનારમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજરી આપશે. તેઓ તેમના પરિવાર સાથે અવધેશાનંદ ગિરીના કેમ્પમાં 6 દિવસ રોકાશે.યોગી આજે મહાકુંભમાં કેબિનેટની બેઠક અને મૌની અમાવસ્યા અમૃત સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરશે. તેઓ શંકરાચાર્ય અને અન્ય સંતોને મળશે. પ્રવાસીઓ પ્રદર્શન, ODOP, વોક થ્રુ ગેલેરી, પોલીસ ગેલેરી, બંધારણ ગેલેરી જોશે.મહાકુંભમાં નાઇટમાં 4 હજાર એકરમાં ફેલાયેલો મેળો વિસ્તાર જગમગ દેખાય છે.પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાત્રે પરિવાર સાથે અવધેશાનંદ ગિરીના કેમ્પમાં પહોંચ્યા હતા.પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાત્રે પરિવાર સાથે અવધેશાનંદ ગિરીના કેમ્પમાં પહોંચ્યા હતા.લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મૌની અમાવસ્યાના મુખ્ય સ્નાન ઉત્સવની મુલાકાત લેશે.

Reporter: admin

Related Post