News Portal...

Breaking News :

અવનવી વાનગી : ભરેલા ગુંદાનું શાક બનાવવાની રીત

2025-06-10 11:54:23
અવનવી વાનગી : ભરેલા ગુંદાનું શાક બનાવવાની રીત


સામગ્રીમાં  500 ગ્રામ ગુંદા, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 4 ચમચી ચણાની લોટ, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણાજીરું, 1 ચમચી લાલ મરચું, ચપટી હિંગ અને અડધી ચમચી ગરમ મસાલો જરૂરી છે.




ગુંદા ધોઈ લૂછીને વચ્ચેથી કાપો કરી મીઠુ લગાવી ઠડીયા કાઢી લેવા. ત્યારબાફ એક વાસણમાં ચણાનો લોટ સેકી તેમાં બધા મસાલા ઉમેરી લેવા. તેમાં ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લેવું. હવે ગુંદામાં આ મસાલો ભરી લેવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં ચપટી હિંગ ઉમેરી ગુંદાને ચડવા દેવા. ગુંદા ણ ચડે ત્યાંસુધી ગેસને ધીમી આંચ પર થવા દેવા અને ત્યારબાદ ગેસ પરથી ઉતારી લેવા.

Reporter: admin

Related Post