સામગ્રીમાં 200 ગ્રામ વડી, 1 ચમચી લસણ પેસ્ટ, 1 સમારેલી ડુંગળી, 1 ચમચી જીરું,મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, પાણી જરૂરી પ્રમાણે, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, અડધી ચમચી લીબું નો રસ, 2 ચમચી સમારેલી કોથમીર જરૂરી છે.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી જીરુંનો વઘાર કરવો. હવે તેમાં લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લેવું. થોડો ડુંગળીનો કલર બદલાઈ એટલે તેમાં વડી ઉમેરી બધા મસાલા ઉમેરી દેવા. હવે બધું બરોબર મિક્સ કરી પાણી ઉમેરી કડાઈ ઢાંકી 15 થી 20 મિનિટ રાખો.
વચ્ચે વચ્ચે વડી ને હળવા હાથે મિક્સ કરતા રહો. ત્યારબાદ વડી ચઢી જાય એટલે લીબુંનો રસ ઉમેરી બધું મિક્સ કરી લેવું અને કોથમીર ભભરાવી દેવી. માત્ર થોડા સમયમાં વડીનું શાક તૈયાર થઇ જશે.
Reporter: admin