News Portal...

Breaking News :

અવનવી વાનગી : મલાઈ પેડા બનાવવાની રીત

2025-04-05 11:34:00
અવનવી વાનગી : મલાઈ પેડા બનાવવાની રીત


મલાઈ પેડા બનાવવા માટેની સામગ્રીમાં 500 ગ્રામ દૂધ, 2 કપ ખાંડ, દોઢ કપ મિલ્ક પાવડર, 1 ચમચી ઈલાયચી પાવડર, 2 ચમચી મગસતરીના બી જરૂરી છે.




એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને ધીમા ગેસની આંચ પર અડધું થાય ત્યાં સુધી ઉકળવા દેવું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રેહવું. હવે તેમાં ખાંડ ઉમેરી હલાવતા રેહવું. હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરી હલાવતા રેહવું. તેમાં ઈલાયચી પાવડર ઉમેરી દેવો.બધું દૂધ પાવડરમાં સમાય જાય એટલે માવો કાઢી ઠંડો પડવા દેવો. ત્યારબાદ નાના નાના બોલ બનાવી હળવા હાથે દબાવી તેના પર મગસતરીના બી અથવા પિસ્તા ની કતરી મુકવી.

Reporter: admin

Related Post