News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : પેટના દર્દ અને આંખોની બીમારી માટે ઉપયોગી

2025-04-05 11:28:53
આયુર્વેદિક ઉપચાર : પેટના દર્દ અને આંખોની બીમારી માટે ઉપયોગી


જો કોઈ વ્યક્તિને પાચન સંબંધી સમસ્યા હોય તો તે વ્યક્તિએ ધાણા પાણીનું સેવન કરવું જોઇએ, તેનાથી પાચન શક્તિમાં વધારો થાય છે.2. જો ધાણા પાણી નું દરરોજ સેવન કરવામાં આવે તો તેનાથી પેટના રોગો જેમ કે ગેસ, બળતરા, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે.




1. જે વ્યક્તિ વજન વધારાની સમસ્યાઓથી કંટાળી ગયો છે તો તે વ્યક્તિએ માટે પણ ધાણા પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં ઘણા પાણીનું સેવન કરવાથી તમને ભૂખ લાગતી નથી અને તમે લાંબા સમય સુધી ભોજનથી દૂર રહી શકો છો, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
2. જે લોકો ડાયાબિટીસ સામે સંઘર્ષ કરી રહ્યા છે તેવા લોકો પણ આ પાણીનું સેવન કરી શકે છે. કારણ કે તેનાથી ઇન્સ્યુલિન લેવલ વધે છે અને બ્લડ શુગર ઘટે છે, જે ડાયાબિટીસની સમસ્યા દૂર કરે છે.
3. જો તમારા શરીરમાં અશુદ્ધિ જમા થઈ ગઈ છે તો પણ તમે ધાણા પાણીનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેનાથી શરીરમાં જામી ગયેલી અશુદ્ધિ બહાર આવી જાય છે અને આંતરડાં તથા પેટ સાફ થાય છે.
4. તમારી આંખો માટે પણ ધાણા પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે ધાણાના થોડાક બીજ લઈને તેને વાટીને પાણીમાં ઉકાળી લેવા જોઈએ. હવે જ્યારે તે પાણી ઠંડુ પડે ત્યારે તેને કપડા વડે ફિલ્ટર કરીને તેના બે ટીપાં આંખમાં નાંખવા જોઈએ. આવું કરવાથી આંખની બળતરા, દુખાવો, ખંજવાળ, પાણી આવવું વગેરે જેવી સમસ્યાઓથી રાહત થશે
5. જો ઉનાળાની ઋતુમાં આ પાણીનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ઠંડક મળે છે.8. જો કોઈને સંધિવા, હાથ-પગના દુખાવા, ગઠીયા ની સમસ્યા હોય તો તેવા લોકો પણ ધાણા પાણીનો ઉપયોગ કરી શકે છે, જેનાથી તમને રાહત મળે છે.

Reporter: admin

Related Post