News Portal...

Breaking News :

અવનવી વાનગી : ચણા અને રવાના પુડલા બનાવવાની રીત

2025-06-28 16:51:24
અવનવી વાનગી : ચણા અને રવાના પુડલા બનાવવાની રીત


સામગ્રીમાં 1 કપ ચણાનો લોટ, 1 કપ રવો, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 વાડકી દહીં, અડઘી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 2 લીલા મરચા સમારેલા, 1 સમારેલી ડુંગળી, 1 ચમચી અજમો, ચપટી સોડા અને પાણી જરૂર પ્રમાણે જરૂરી છે.




એક વાસણમાં રવો અને ચણાનો લોટ લઇ દહીં ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં બધા હળદર, મરચું, મીઠુ, સોડા ઉમેરી, પાણી ઉમેરી ફેટી લેવું. તેને ખુબ પાતળું ન થાય તે રીતે બેટર બનાવવું. તેમાં લીલું મરચું અને ડુંગળી ઉમેરી બધું મિક્સ કરી લેવું. હવે તવો ગરમ કરવા મૂકી થોડુ થોડુ બેટર મૂકી પુડલા આગળ પાછળ સેકી ઉતારી લેવા. આ પુડલા ગ્રીન ચટણી સાથે, દહીં અથવા કેચઅપ સાથે ગરમ ગરમ ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.

Reporter: admin

Related Post