સામગ્રીમાં 3 બાફેલા બટાકા ( સમારેલા ), 2 ચોપ કરેલા લીલા મરચા, 1 ચમચી મીઠો લીમડો, 1 ચમચી તલનો ભૂકો, 1 ચમચી સીંગદાણાનો ભૂકો, 1 ચમચીજીરું,સિંધવ મીઠુ જરૂર પ્રમાણે, તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી લીબુંનો રસ અને 1 ચમચી ખાંડ જરૂરી છે.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરુંનો વઘાર કરવો. હવે તેમાં લીલા મરચા, તલનો ભૂકો અને સીંગદાણાનો ભૂકો ઉમેરી સાંતળી લેવું. હવે તેમાં બટાકા ઉમેરી તેમાં મીઠુ, લીબુંનો રસ અને ખાંડ ઉમેરી બધું બરોબર મિક્સ કરી લેવું અને ગેસ પરથી ઉતારી લેવું.
Reporter: admin