News Portal...

Breaking News :

MSU પદ્મશ્રી વિજેતાઓ અને યુપીએસસીમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માન કરશે

2025-06-03 14:48:01
MSU પદ્મશ્રી વિજેતાઓ અને યુપીએસસીમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માન કરશે


વડોદરા : એમ.એસ યુનિવર્સિટી દ્વારા પદ્મશ્રી વિજેતાઓ અને યુપીએસસી પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું તારીખ 5 ના રોજ સન્માન કરાશે. 


એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે સાંજે 4:00 કલાકે આ સન્માન સમારોહ યોજાશે. જેમાં ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે અને ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ ઉપસ્થિત રહેશે.પદ્મશ્રી વિજેતાઓમાં સાયન્સ અને ટેકનોલોજીમાં પ્રદાન કરનારા અજય.વી.ભટ્ટ, કલા ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનાર રતનકુમાર પરીમુ, સામાજિક કાર્ય ક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર સુરેશ હરિલાલ સોનીનો સમાવેશ થાય છે. 



વર્ષ 2025 માં યુપીએસસીની પરીક્ષામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર હર્ષિદા ગોયલ અને ભાવેશ રોયડા છે. હર્ષિતાએ સિવિલ સર્વિસીસ એક્ઝામમાં ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક અને ભાવેશે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ એક્ઝામમાં ઓલ ઇન્ડિયા 86 મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. સન્માનિત થનાર આ તમામ લોકો યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા.

Reporter: admin

Related Post