News Portal...

Breaking News :

ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ પર મોદીનું ટ્વિટ : સારું છે કે આ સચ્ચાઈ સામે આવી

2024-11-18 10:53:12
ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ પર મોદીનું ટ્વિટ :  સારું છે કે આ સચ્ચાઈ સામે આવી


મુંબઈ : રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' એ એક વાર ફરી ગોધરા કાંડની ઘટનાને ચર્ચામાં લાવી દીધી છે. 


ફિલ્મ ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસમાં થયેલી આગચંપી અને તેમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની દર્દનાક કહાનીને દેખાડવામાં આવી છે. ફિલ્મની રિલીઝ પહેલા જ તેના સંવેદનશીલ મુદ્દાને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ફિલ્મ પર પ્રતિક્રિયા આપી છે, તેમનું ટ્વિટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે.'સારું છે કે આ સચ્ચાઈ સામે આવી'પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વિટના જવાબમાં લખ્યું કે, સારું છે કે આ હકીકત લોકોની સામે આવી રહી છે અને તે પણ એ રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. એક બોગસ નેરેટિવ લાંબા સમય સુધી ટકી શકતી નથી. અંતમાં, સચ્ચાઈ હંમેશાં સામે આવી છે. 


પીએમ મોદીએ આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. લોકો પીએમના ટ્વીટનું સમર્થન પણ કરી રહ્યા છે, તો અમુક લોકો મિક્ષ અભિપ્રાયો આપી રહ્યા છે.પીએમ મોદીનું આ ટ્વિટ આલોક ભટ્ટના તે ટ્વીટના રિપ્લાયમાં હતું, જેમાં તેમણે ફિલ્મને જરૂર જોવા લાયક ગણાવી. આલોક ભટ્ટે લખ્યું કે ફિલ્મમાં ગોધરા કાંડની સચ્ચાઈને ખુબ જ સંવેદનશીલતાથી દેખાડવામાં આવી છે. આ તે 59 માસૂમ યાત્રીઓ માટે એક શ્રદ્ધાંજલિ છે, જેમણે આ ભયાનક ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. પીએમ મોદીના જવાબ બાદ આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર વધુ ચર્ચાઓ ફેલાઈ રહી છે.

Reporter: admin

Related Post