News Portal...

Breaking News :

મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી

2024-09-18 14:58:37
મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી


નવી દિલ્હી : મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી છે.  મોદી કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવની મંજૂરી મળી ગઇ છે. 


રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં આપવામાં આવી મંજૂરી.ત્યારે હવે શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લઇને આવશે તેવી માહિતી સામે આવી રહી છે. વન નેશન વન ઈલેક્શનને લઈને દેશમાં ઘણાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટે આ અંગે એક મોટો નિર્ણય લેતાં પ્રસ્તાવને મંજૂરી આપી સૌને ચોંકાવી દીધા છે. 


આ અંગે મોદી સરકાર હવે શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેના પરથી જ મોદી સરકારે આ નિર્ણય લીધો છે.

Reporter: admin

Related Post